અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ફિલ્મ દસ્વીનો પહેલો લુક શેર કર્યો

  • અભિષેક બચ્ચન પોતાની વેબ સિરીઝથી ફેન્સનું મન જીતી ચુક્યા છે
  • તેમની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે
  • તેમની ફિલ્મ ‘દસવી’ થોડા સમયથી ઘણી ચર્ચામાં હતી
  • અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ફિલ્મનો પહેલો લુક શેર કર્યો

અભિષેક બચ્ચન પોતાની વેબ સિરીઝથી ફેન્સનું મન જીતી ચુક્યા છે પણ હવે તેઓ મોટા પડદા પર પણ તેમની પ્રતિભા બતાવવા તૈયાર છે. તેમની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, પણ તેમની ફિલ્મો ઘણાં વર્ષોથી મોટા પડદે રજૂ થઈ નથી. તે છેલ્લા ત્રણ વર્ષથી મોટા પડદાથી દૂર રહ્યા છે. તેમની ફિલ્મ ‘દસવી’ થોડા સમયથી ઘણી ચર્ચામાં હતી. હવે આ ફિલ્મનો પહેલો લુક રિલીઝ થઈ ગયો છે. અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ફિલ્મનો પહેલો લુક શેર કર્યો છે. અભિષેક બચ્ચન ઉપરાંત યામી ગૌતમ અને નિમરત કૌર પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફર્સ્ટ લૂક અભિષેકે ટેઇટ કરી રિલીઝ કર્યું છે..

તુષાર જલોટા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. દિગ્દર્શક તરીકેની આ તેમની પહેલી ફિલ્મ છે. ફિલ્મોના નિર્માતા દિનેશ વિજાન છે, જે ‘સ્ત્રી’, ‘બાલા’ જેવી ફિલ્મના નિર્માતા પણ હતા. અહેવાલો અનુસાર, દસવીની શૂટિંગ આગ્રાની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવશે. ફિલ્મની પ્રોડક્શન ટીમ આગ્રા પહોંચી ગઈ છે, જ્યાં ટીમે જેલમાં પોતાનો સેટ પણ તૈયાર કરી લીધો છે.

ફિલ્મ ‘દસવી’ વાર્તા એક દબંગ નેતાની વાર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે ઓછું ભણેલો છે અને જેને તેના કામ માટે જેલ થઈ જાય છે. જેલમાં, નેતાને શિસ્તતાનો પાઠ શીખવવામાં આવે છે. તે તેની દમ પર જેલમાંથી દસવી પાસ કરે છે.

આ સિવાય અભિષેક બચ્ચન શાહરૂખ ખાન પ્રોડ્યુસ કરી રહેલી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ માં જોવા મળશે. ફિલ્મમાં અભિષેકની વિરુદ્ધ ચિત્રાંગદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અભિષેકની ફિલ્મ ‘ધ બિગ બુલ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હર્ષદ મહેતા કૌભાંડ પર આધારિત છે. આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્ત અને રામ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટી કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા અજય દેવગન અને આનંદ પંડિત છે.

Related posts

Más popular casino en línea para españoles

Inside User

શું ઈરાની સરકાર હવે કાર્ટૂનમાં પણ મહિલાઓને બુરખા પહેરાવશે??

Inside Media Network

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 301 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત

Inside Media Network

બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.

Inside Media Network

માર્ચ મહિનામાં ગરમી પરસેવા છોડાવી દેશે, આકરો તાપ સહન કરવા તૈયાર રહેજો

Inside Media Network
Republic Gujarat