અમદાવાદનું નામ કર્ણાવતી નક્કી, માર્ચથી થઈ શકે છે અમલી:સૂત્ર

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપ સરકાર આપશે અમદાવાદને ભેટ
  • આપણું અમદાવાદ હવે બનશે ‘કર્ણાવતી’

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો ચૂંટણી લક્ષી મુદ્દો હવે ભાજપ સરકાર અમલમાં લાવવા જઈ રહી છે. ગુજરાતના મુખ્ય ગણાતા શહેરનું નામ હવે બદલાઈ જશે. અમદાવાદીઓ જેની છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં છે તે હવે માર્ચથી તેમને મળી શકે છે. આપણા અમદાવાદનું નામ હવે કર્ણાવતી થઈ જશે. ઈનસાઈડ મીડિયા નેટવર્કના સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનાથી અમદાવાદને કર્ણાવતી નામ આપવામાં આવશે.

અમદાવાદ નામ પ્રત્યે અનેક વખત રાજકીય રણનીતિ બની છે. તેમજ શાસક પક્ષ દ્વારા 20 વર્ષ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ અત્યાર સુધી અમદાવાદનું નામ કર્ણાવતી કર્યું નથી.હિન્દુવાદી ભાજપ પક્ષ દ્વારા 1990માં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કર્યો હતો.જે હવે સાકાર થવા જઈ રહ્યો છે.

આ પહેલા જયારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું જિલ્લાનું નામ અયોધ્યા કર્યું, તે સમયે પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગણી ઊઠી હતી. ત્યારે હવે આખરે અમદાવાદને કર્ણાવતી નામ મળશે

Related posts

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય, સોમનાથ જ્યોતિર્લીંગ મુખ્ય મંદિર સહીત અન્ય મંદિરો બંધ કરવામાં આવ્યાં

Inside Media Network

ફેસબુક મીડિયા કાયદામાં ઝટકા પછી ઓસ્ટ્રેલિયન સમાચાર પોસ્ટને રીસ્ટોર કરશે

Inside Media Network

મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરવા કરાયા આદેશ

Inside Media Network

આજે વસંત પાંચમીના દિવસે માં સરસ્વતીની પૂજાનું મહત્વ

Inside Media Network

SBIના ગ્રાહકો માટે રૂપિયા કમાવાની ખાસ તક

Inside Media Network

‘ચેહરે’ રિલીઝની તારીખ જાહેર! અમિતાભ-ઇમરાનનુ રહસ્યમય અને રોમાંચક પોસ્ટર રિલીઝ

Inside Media Network
Republic Gujarat