અમદાવાદમાં આજથી શરૂ થયું પેઈડ વેક્સીનેશન, 1000 આપી વેક્સીનેશન લઇ જાવ

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી ક્ષેત્રની એપોલો હોસ્પિટલ બન્નેએ ભેગા મળીને, 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન સેન્ટર શરુ કર્યુ છે. લોકોને ઓનલાઈન કોરોનાની રસી લેવા માટેના સ્લોટ નથી મળતા, ત્યારે ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવા, AMCએ અગાઉથી નોંધણી કરાવ્યા વિના સ્થળ ઉપર નોધણી કરાવીને રસી લેવાની સગવડ કરી આપી. લોકોની સવલત માટેની વાત કહીને, ખાનગી હોસ્પિટલોને કમાણી કરાવવાની વાત હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.

ગઈકાલે જાહેરાત કરાઈ હતી કે, અમદાવાદમાં પીપીપી ધોરણે ખાનગી હોસ્પિટલ સાથે મળીને પેઈડ વેક્સીનેશન શરૂ કરાયુ છે. પરંતુ અચાનક આ નિર્ણય પલટાયો હતો. રાતોરાત એએમસીના બેનર હટાવી દેવાયા છે. હવે માત્ર ખાનગી હોસ્પિટલ દ્વારા પેઈડ વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ પેઈડ વેક્સિન શરૂ કરાયું છે. વહેલી સવારથી લોકો ગાડીઓમાં આવ્યા છે. રજિસ્ટ્રેશન બાદ લોકો રૂપિયા ભરીને વેક્સીન લઈ રહ્યાં છે. વેક્સીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશ નો સ્લોટ મળી નથી રહ્યો, તેથી લોકોને હવે પેઈડ વેક્સીનેશનથી આશા જાગી છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂક્યા છે.

કેન્દ્ર સરકારે ઓન સ્પોટ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની છૂટછાટ આપ્યા છતાં ગુજરાત સરકારે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશનને માન્યતા આપી છે. રૂપાણી સરકારે પ્રથમવાર મોદી સરકારના નિર્ણયની અવગણના કરી છે, ત્યાં આજે એએમસીએ ખાનગી હોસ્પિટલના સહયોગથી ડ્રાઈવ થ્રુ વેક્સિનમાં ઓનસ્પોટ રજિસ્ટ્રેશનની છૂટછાટ આપી છે. આ તો કેવી નીતિ મફતમાં ડ્રાઈવ થ્રુ બંધ પણ હોસ્પિટલને વેપાર કરવો હોય તો ડ્રાઈવ થ્રુની મંજૂરી, ગુજરાત સરકારમાં હોતા હૈ ચલતા હૈની જેમ નીતિન પટેલે પણ સીએમ રૂપાણીની પરમીશન લીધી હોય તો મને ખબર નથી એમ કહી હાથ ખંખેરી લીધા છે.

કોરોનાની રસીના એક હજાર રૂપિયા લેવામાં આવતા અમદાવાદના લોકોમાં નરાજગી જોવા મળી. અમદાવાદના લોકોનું કહેવું છે કે, રસીના એક હજાર રૂપિયા લેવા આયોગ્ય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે એક હજાર રૂપિયા હશે તો તેઓ પહેલા જમવાનું પસંદ કરશે. જેથી સરકારે રસી ફ્રીમાં આપવી જોઈએ. એક હજાર રૂપિયા ખર્ચીને રસી માત્ર અમીર લોકો લઈ શકે છે.

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીની આ જાહેરાતને કે હુકમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. અને સરકારી નીતિ નિયમોને અવગણીને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાનગી હોસ્પિટલને ડ્રાઈવ થ્રુ રસીકરણ માટે તમામ છુટછાટ આપી. છુટછાટ એટલે સુધી કે અગાઉથી નોંધણી કરાવીને જ રસી લેવી પડશે તેવી કરાયેલી જાહેરાત, અમદાવાદમાં રૂપિયા 1000 સામે પાણી ભરે છે.

એક તરફ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના સ્લોટ મળતા નથી, ત્યારે બીજી બાજુ સુનામીની માફક ફરી વળેલ કોરોનાની લહેરથી બચવા માટે લોકો મજબૂરીથી રૂપિયા 1000 ખર્ચીને કોરોનાની રસી મુકાવે છે. કારણ કે જ્યારથી 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની સરકારે જાહેરાત કરી ત્યારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Related posts

આજના દિવસે 2003માં ઇન્ડિયા પાકિસ્તાનને હરાવી વર્લ્ડ-કપ જીત્યું હતું

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય , કહ્યું – 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી

Inside Media Network

બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.

Inside Media Network

દિલ્હી: 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લગાવાયો, રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ

LICની આ બચત યોજનાથી મેળવો વધુ લાભ

Inside Media Network

દિલ્હીમાં ખેડૂતોએ કાર્ય રસ્તા જામ, ટ્રેનો રોકી, ઘણા મેટ્રો સ્ટેશન બંધ

Inside Media Network
Republic Gujarat