અમદાવાદમાં નવરંગપુરા,જોધપુર,થલતેજ સહિત અન્ય 7 વોર્ડ પર ભાજપની જીત

અમદવાદમાં એલ.ડી એન્જીરિંગ કોલેજ ખાતે 24 વોર્ડની મતગણતરી ચાલી રહી છે જયારે બીજા 24 વોર્ડની મતગણતરી ગુજરાત કોલેજ કહતે ચાલી રહી છે.જેમાં નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલ તેમજ સૈજપુર,બોધા ,ખોખરામાં ભાજપની પેનલનો વિજય જોવા મળી રહ્યો છે.જયારે બહેરામપુરામાં AIIMIM 3 પર જયારે કોંગ્રસ 10 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે દરિયાપુર અને ચાંદખેડામાં વોર્ડમાં કોંગ્રેસ બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.

ભાવનગરમાં વોર્ડ નંબર 11માં કોંગ્રેસના ઉમેદવારે ભાજપની જીત થતા વાંધો ઉઠાવ્યો. વોર્ડ નંબર 11ની મતગણતરીન વિવાદ વકરતા મતગણતરી કેન્દ્ર પર લોકોની મોટી સંખ્યામાં ટોળા જોવા મળ્યા. ભાવનગરના તખ્તેશ્વર વોર્ડમાં પણ ભાજપની જીત સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો.ત્યારે બીજી તરફ ભાવનગરમાં વોર્ડ નં 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય


રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ આજે માત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. ઓછા મતદાન બાદ મત ગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે સૌ પ્રથમ સુરતમાં મત ગણતરી શરૂ કરવમાં આવી છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 84માં ભાજપ આગળ જોવા મળી રહી છે.તો બીજી તરફ અમદાવાદ,રાજકોટ જામનગર સહિતની 15 બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.જયારે હજુ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હોય તેવું જોવા મળી રહ્યું નથી.

અમદાવાદ,સુરત વડોદરા, રાજકોટ,ભાવનગર તેમજ જામનગર મહાનગરપાલિકાનું સરેરાશ મતદાન 46 ટકા જોવા મળ્યું હતું.જેની મત ગણતરી આજે હાથ ધરાવમાં આવી રહી છે.6 મહાનગરપાલિકામાં કુલ 144 વોર્ડના 576 બેઠકો માટે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગણી રસાકસી જોવા મળી રહી છે.જેમાં 6 મહાનગરપાલિકાના ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 બેઠકો વચ્ચે મહાનગરપાલિકાના પ્રજાના પ્રતિનિધિનો જંગ જમવાનો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

 

Related posts

રેલવેએ પણ કર્યો ભાવવધારો,જાણો કેટલો થયો ભાવ વધારો થયો

Inside Media Network

માત્ર રૂ.18માં મળે છે પેટ્રોલ અને રૂ.11માં મળે છે ડીઝલ, ખરા અર્થમાં આપી આ સરકારે રાહત

Inside Media Network

ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન, હાઈકોર્ટે સરકારને આપી મહત્વની સૂચના

અમેરિકાની યુવતીએ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું ચિત્ર

Inside Media Network

DSGM કંપનીએ 500થી વધુ લોકો સાથે 20 કરોડની છેતરપિંડી કરી

Inside Media Network

પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર ભાંગી ગઈ, નારાયણસામી બહુમત સાબિત ન કરી શક્યા

Inside Media Network
Republic Gujarat