અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલી હોટેલ જીંજરમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપપીસ્ટ યુવતીએ એસ. જી હાઇવે પર આવેલી જીજાર હોટેલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી શનિવારે બપોરે હોટેલમાં એકલી આવી હતી.અને હોટેલમાં રોકાય હતી.તેમજ યુવતી સગાઈથી નાખુશ હોવાથી ગળાફાંસો ખાય આત્મહત્યા કરી હતી..પોલીસે અકસ્માત મોતનો ગુનોનોંધી વધુ તપાસ હાથધરી છે.
મહત્વનું છે કે,કુબેરનગર વિસ્તરમાં આવેલા શિવસાગર બંગ્લોઝમાં 24 વર્ષિય યુવતી કાજલ સચદેવ તેના પરીવાર સાથે રહેતી હતી.તેમજ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી .કાજલ શનિવારે બપોરે એસ.જી હાઇવે પર આવેલી હોટેલ જીંજરમાં રોકાય હતી.પરંતુ બીજા દિવસે હોટેલ સ્ટાફ દ્વારા દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા.સ્ટાફ દ્વારા માસ્ટર કી થી દરવાજો ખોલતા કાજલની પાંખે લટકતી લાશમળી હતી. તેમજ ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડનોટ મળી આવી નથી