ગઈ કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે કોરોનાની પરિસ્થિતિ જોયા પછી જે તે રાજ્યોએ લોકડાઉન કરવું કે નહીં તે માટેની રાજ્યોને છૂટ આપી દીધી છે. જેઓ પરિસ્થિતિ મુજબ લોકડાઉન કે કરફ્યુ કરી શકે છે. રાજ્યમાં પાટણ સહિત કેટલાક શહેરો જિલ્લાઓએ સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારમાં પણ લોકડાઉન લગાવવું કે નહીં. લાગુ કરાય તો કેવી રીતે અમલી બનાવવું તેને લઈને હાઈપાવર કમિટીનો મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો છે. રાજ્ય સરકારની સમીક્ષા બેઠક ચાલુ છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ જિલ્લા શહેરોનો રિપોર્ટ મેળવી સાંજની કોરકમિટીની બેઠકમાં નિર્ણય લેવાય તો ગુજરાતમાં લોકડાઉન લાદી શકે છે.
નોંધનીય છેકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી છે. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવી લીધો છે. ગુજરાતમાં આ-જ રાજયો જેવી સ્થિતિ પ્રવર્તે છે. કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. છતાં, રાજયમાં ક્યાંકને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી હોવાનું દેખાઇ રહ્યું છે. જેથી આવા સંજોગોમાં હાલ તો લૉકડાઉન એક જ ઉપાય દેખાઇ રહ્યો છે. એ સંજોગોમાં ગુજરાતમાં પણ લૉકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી શકે છે. ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લૉકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને પગલે હવે ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. એક્ટિવ કેસની સંખ્યા 62 હજારની નજીક પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં કોરોનાને બ્રેક મારવા લોકડાઉન લાદવા જેવી નોબત આવી ચૂકી છે. એમાંજ અમદાવાદની સ્થિતિ ખરાબ છે. છેલ્લા 4 દિવસમાં 12 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો એપ્રિલમાં જ 30 હજારથી વધારે લોકો પોઝીટીવ આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોની ભીડ ભેગી કરનારા નેતાઓ હવે વેપારી એસોસિયેશનોને વિનંતી કરી રહ્યા છે.
સુરત શહેરમાં વિવિધ વેપારીમંડળો અને એસોસિયેશનો સ્વૈચ્છિક બંધ પાડી રહ્યા છે. જેના ભાગરૂપે વિકએન્ડ એટલે કે શનિ-રવિ બાદ સોમવારના દિવસે પણ જોવા બંધની અસર જોવા મળી રહી છે. હોસ્પિટલ બેડ સહિતની વ્યવસ્થા ન હોવાની ગંભીર સ્થિતિને લોકો સમજી રહ્યા છે. અને, નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો અમદાવાદ શહેરમાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે. હવે તો સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજૂઆત કરી બંધ રાખવા અપીલ કરાઇ રહી છે. શહેરના સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે.
