MS ધોની એકેડેમી અમદાવાદ ખાતે આજથી શરુ કરવામાં આવી અને એકેડેમીનો ઉદ્ઘાટન કાર્યક્રમ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન GMDC ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરેશ રૈના વિશેષ અતિથિ તરીકે ઉદ્ઘાટન કરવા અમદાવાદ આવ્યા હતા..એકેડેમીની સાથે WWW.MSINDIA.COM વેબસાઈટેનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ક્રિકેટને લખતી માહિતી આપવામાં આવશે તેમજ આ એકેડેમીના એડમિશન માટે પણ માહિતી આપવામાં આવશે..
રૈનાએ જણાવ્યું કે, આ એકેડેમી બાળકોને સારી તક આપશે..ક્રિકેટ લવર્સ કિડ્સ માટે આ એકેડેમી એક આશીર્વાદરૂપ સ્વરૂપ બનશે..અને આ એકેડેમી સ્પેશિયલી કિડ્સ માટે ઉભી કરવામાં આવી છે જેમાં ફક્ત બાળકોને એડમિશન આપવામાં આવશે.. ક્રિકેટ શીખવાડવા માટે કેટલાક કોચિંગ સેંટર ચાલતા હોય છે તો આ એકેડેમી બધા કરતા અલગ કેવી રીતે છે? તેનો જવાબ આપતા મિહિર દિવાકરે જણાવ્યું કે,આ એકેડેમીમાં પર્ફોર્મસ ક્રેકિંગ પદ્ધત્તિથી બાળકોને ક્રિકેટ શીખવાડવામાં આવશે..બાળકને ખાસ સુવિધાઓ અને પર્સનલ ટ્રેનિંગ આપવામાં આવશે સાથે જ દરેક બાળકને પર્સનલ ધ્યાન આપી ક્રિકેટ શીખવવામાં આવશે..ફન વિથ લર્નિંગ આ એકેડેમીમાં કરાવવામાં આવશે સાથે જ આ એકેડેમીની વાર્ષિક સંમિત પણ યોજવામાં આવશે અને બધા જ રાજ્યોના બાળકોને ભેગા કરવામાં આવશે..
આજથી MS ધોની એકેડેમીની શરૂઆત કરવામાં આવી જેમાં સુરેશ રૈનાએ આવીને આ ઉદ્ઘાટનમાં ચાર ચાંદ ઉમેર્યા સાથે જ બાળકો અને તેમના વાલીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા.. સાથે જ GMDC ગ્રોઉન્ડમાં બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા જેથી બાળકો ખુબ ખુશ થયા.

previous post