અમદાવાદ: BRTS બસની હડફેટે એક્ટિવાચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

અમદાવાદમાં BRTS બસ દ્વારા અકસ્માતના બનાવ અવાર-નવાર છે. આજે સવારે પલ્લવ ચાર રસ્તા પાસે BRTS બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી છે. એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, BRTS રોગ સાઈડમાં આવી રહી હતી.

અમદાવાદની સવાર ફરી એકવાર અકસ્માત સાથે થઈ છે. વધુ એક શખ્સનો અકસ્માતમાં જીવ ગયો હતો. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પારે બીઆરટીએસની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વહેલી સવારે પેપર નાંખવા નીકળેલા 45 વર્ષીય જેલાભાઈ રબારી બીઆરટીએસ બસના તોતિંગ પૈડા નીચે કચડાયા હતા.

તેમના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી. જો કે બાદમાં મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતકની ડેડબોડીને લઇ જવા સ્વીકારી હતી. હાલમાં ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. મૃતકના પરિવારજનોએ BRTS હાય-હાયના નારા લગાવ્યા. મૃતકના પરિવારજનો રોડ પર જ ચાર રસ્તાની વચ્ચે બેસી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેલાભાઈ રબારી રોજના સમય મુજબ પેપર વહેંચવા પોતાની એક્ટિવા પર નીકળ્યા હતા. તેઓ પોતાના રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે BRTS બસ ડેપોમાંથી બહાર નીકળીને આવતી હતી. આ બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં જેલાભાઈ 10 ફૂટ સુધી ઉછળ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

Related posts

ગુજરાત : આવતી કાલથી પાન મસાલાનાં ગલ્લાઓ રહશે બંધ

કરિના કપૂર ખાન બીજા બાળકને આવકાર્યા બાદ પ્રથમ વખત પોસ્ટ કરી ; સૈફ અલી ખાનને સંબંધિત પોસ્ટ કરી

Inside Media Network

મતદાન માટેની આ માહિતી તમે જાણો છો

Inside Media Network

રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો

Inside Media Network

જાણો કોણ તૈયાર કરે છે વડાપ્રધાન મોદીના ભાષણ

Inside User

ગુજરાતના ચારને બદલે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ, રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રહેશે કરફ્યુ

Republic Gujarat