અમેરિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ જોવા મળ્યો શું ફરી વધી શકે છે કોરોના !
અમરિકાના કેલોફોર્નિયામાં કોરોના વાયરસને લઈને એક એવી બાબત સામે આવી છે કે જેના કારણે આખા વિશ્વની ચિતામાં વધારો થઈ શકવાની સંભાવના છે. અમેરિકાના વૈજ્ઞાનીકો દ્વારા કરવાં આવેલ રિસર્ચમાં કોરોના વાયરસને લઈને એક અલગ પ્રકાની વાત સામે આવી છે.જાણો શું છે આ બાબત.
અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના વાયરસનું એક હાઇબ્રિડ વર્ઝન અમેરિકાના વૈજ્ઞાનીકો દ્વારા કરવાં આવેલ રિસર્ચના આધારે આ બાબતજાણવા મળી છે.આમ તેમનું કેહવું છે કે બ્રિટનમાં મળેલ કોરોના વાયરસના સ્ટ્રેન અને અમેરિકામાં મળેલ કોરોના વેરિએન્ટ B.1.1.7 અને અમેરિકામાં મળેલા કોરોના વેરિઅન્ટ B.1.429 બંને ભેગા થઈ ચુક્યા છે.જેના કારણે આ કોરોના વાયરસનું હાઇબ્રિડ વર્ઝન તૈયાર થયું છે.
આમ કોરોના વાયરસના બે વેરિએન્ટ સાથે મળીને તેનું હાઇબ્રિડ વર્ઝન તૈયાર થયુ છે. જેના કારણે આ વાયરસ વધુ શકિતશાળી બની રહ્યોક હે અને જોતે ફેલાશે તો વધુ શક્તિશાળી બની શકે છે.અત્યાર સુધીમાં એક જવ્યક્તિમાં કોરોનાનું હાઈબ્રિડ વેરિઅન્ટ જોવા મળ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ હાઇબ્રિડ વેરિએન્ટના અન્ય કેસો પણ હોઈ શકે છે.
મહત્વનું છે કે, રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જ્યારે માણસના શરીરનો એક જ સેલ, વાયરસના 2 વેરિઅન્ટથી સંક્રમિત થાય છે તો વાયરસના જીનમાં ફેરફાર આવે છે. તેનાથી નવા વેરિઅન્ટ તૈયાર થાય છે.તેમજ જયારે એક વ્યક્તિ બે અલગ વેરિઅન્ટથી સંક્રમિત થાય છે તેના કારણે એક નવો વાયરસ પરિણામે છે.