ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું છે. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. યશપાલ શર્મા 1983 ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ભારત તરફથી T 37 ટેસ્ટ અને 42 વનડે મેચ રમી હતી.
ભારત તરફથી યશપાલ શર્માએ ટેસ્ટ ક્રિકેટ અને વન ડે મેચમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. યશપાલ શર્મા મિડલ ઓડર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરીને અનેક સારી ઈનિગ્સ રમીને ભારતીય ટીમને હારમાંથી બચાવ્યુ હતુ.
1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને જીતની શરૂઆત કરી હતી. જેમાં યશપાલ શર્માની મહત્વની ભૂમિકા હતી. જ્યારે તેઓ ક્રિઝ પર ઉતર્યા ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 76 રન હતો જે જલદી જ પાંચ વિકેટ પર 141 થયો હતો. શર્માએ 120 બોલમાં 89 રનની ઈનિંગ રમી, તેમણે સારા શોટ તો લગાવ્યા જ સાથે સાથે વિકેટ વચ્ચે રનિંગ પણ સારી હતી.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક 40 રન હોય કે પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુશ્કેલ સ્થિતિમાં રમાયેલી 61 રનની ઈનિંગ. શર્માએ ટુર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન બનાવ્યા. ભારતે છેલ્લે વર્લ્ડ કપ પોતાને નામ કર્યો.
યશપાલ શર્માની ક્રિકેટ કેરિયર 70થી 80ના દાયકામાં ઉત્કૃષ્ઠ રહેવા પામી હતી. પંજાબના આ 66 વર્ષિય પૂર્વ ક્રિકેટર ભારત તરફથી મધ્યક્રમમાં બેટિગમાં ઉતરતા હતા. 1979માં ઈગ્લેન્ડની સામે રમીને આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રવેશ્યા હતા. યશપાલ શર્માએ, 37 ટેસ્ટમેચમાં 59 ઈન્ગિસમાં 33થી વધુ સરેરાશથી 2 શતક અને 9 અર્ધ શતક ફટકારી હતી. જ્યારે વન ડેમાં 40 ઈનિગ્સમાં 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા છે. વન ડેમાં યશપાલ શર્માએ 4 અર્ધશતક બનાવ્યા છે. વન ડેમાં યશપાલ શર્માના સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા.
