અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનારાઓ માટે ૧ એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ફ્લાઇટ દ્વારા આગમન કરનારા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના ટેસ્ટ માટે અમદાવાદ એરપોર્ટમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીપોર્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુસાફરને એરપોર્ટમાં જ બેસવું પડશે. આ પછી રીપોર્ટ નેગેટિવ હશે તો જ તેને બહાર જવા દેવાશે.
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશનારા લોકોની પણ તપાસ અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ અને એન્ટિજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ, મધ્યપ્રદેશમાં થઈને પ્રવાસીઓ દાહોદ જિલ્લામાં પ્રવેશે છે એ તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરેલો હોવો જોઇએ તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ. તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડિકલ સ્ક્રીનિગ પણ કરવામાં આવશે.
RTPCR ટેસ્ટ નેગેટિવ નહી હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી શકાશે નહી. આ માટે ગુજરાતમાં ખંગેલા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીં પોલીસ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે.
