આજથી શરુ હોળાષ્ટક, જાણો શું છે તેનો મહિમા
હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે તેના અગાઉના આઠમા દિનની ગણતરી એટલે હોળાષ્ટક. 21 માર્ચથી એટલે આજથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે, જે હોળિકા દહન (28 માર્ચ) સુધી રહેશે. હોળાષ્ટકનો સમય 29 માર્ચના રોજ પૂર્ણ થશે. આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટકના સમયે બધા ગ્રહ અશુભ સ્થિતિમાં રહે છે, આ કારણે આ દિવસોમાં શુભ કામ કરવાથી બચવું જોઇએ.
હોળાષ્ટક ની ધાર્મિક માન્યતા
અસુરોના ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે.. આઠ દિવસ સુધી અત્યાચાર સહન કર્યા પછી ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકા સાથે પ્રહલાદને અગ્નિમાં બેસાડી દેવામાં આવ્યો હતો. હોળીના પહેલાંના આઠ દિવસ સુધી ભક્ત પ્રહલાદે જે અત્યાચાર સહન કર્યા હતાં, આ કારણે હોળાષ્ટકમાં શુભ કામ કરવાની મનાઈ છે.
ભારતીય સંસ્કૃતિમાં અને હિન્દુ શાોના દિશા નિર્દેશ પ્રમાણે સામે ઉત્તરાયણે, સામે હોળીએ, શ્રાદ્ધ પક્ષમાં તેમજ અધિક માસમાં કોઇ પણ પ્રકારના શુભ પ્રસંગોના આયોજનને વજત માનવામાં આવે છે. શાીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવું કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક પણ હોળીકા દહન પછી સમાપ્ત થાય છે. આ વર્ષે ફાગણ સૂદ પૂનમના અમૃત સિદ્ધિ યોગના સંયોગમાં હોળીનું પર્વ મનાવાશે. ૨૮ માર્ચના સાંજે ૬ઃ૫૦થી ૭ઃ૩૫ દરમિયાન હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે.
હોળાષ્ટકના દિવસોમાં પોતાના આરાધ્ય દેવના મંત્રનો અથવા તેમના નામનો જાપ કરવો જોઇએ. પૂજા-પાઠ કરો. રોજ સવારે જલ્દી જાગો અને થોડીવાર માટે ધ્યાન કરો. આવું કરવાથી મનના નકારાત્મક વિચાર દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છે. હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મકતા રહેશે તો તેની વધારે ખરાબ અસર આપણાં જીવન ઉપર થઇ શકે છે. એટલે વિચારોને પોઝિટિવ જાળવી રાખવાં. કોઇ ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવવું અને ધનનું દાન કરવું. જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો. આ દિવસોમાં ધાર્મિક કાર્યોમાં મન લાગશે તો અશાંતિ દૂર થઇ શકે છે.
