માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ વસંત પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજાનું ખુબ જ મહત્વ છે.તે માટે આ દિવસે માં સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા શું કામ કરવામાં આવે છે?
માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિ એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3:36 વાગ્યે શરૂ થાય છે, જે બુધવાર, 17 ફેબ્રુઆરી, સવારે 5:46 વાગ્યા સુધી રહેશે. અને મુહ્રતના સમયના અનુસાર વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવા માટે 05 કલાક 37 મિનિટના સમય નું મુહર્ત સારું છે. આ મુહર્તમાં જ બધા સરસ્વતી પૂજન કરી વસંત પાંચમી ઉજવશે..આ દિવસે બાળકો માં સરસ્વતીની પૂજા કરી અભ્યાસ શરુ કરે તે શુભ માનવામાં આવે છે..
જૂની માન્યતાઓ પ્રમાણે દેવી સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિના દિવસે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. તેથી વસંત પંચમી પર સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
વસંતપંચમીના દિવસે વ્યક્તિએ સ્નાન કાર્ય બાદ પીળા કે સફેદ કપડાં પહેરવા જોઈએ. સરસ્વતી દેવીની પૂજા કરતી વખતે પીળા ફૂલ, પીળી મીઠાઈ કે ખીર અર્પણ કરવાની પ્રથા છે.
વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે સરસ્વતી પૂજા ઉપરાંત ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. તે માટે આજના દિવસે બાળકોને આભાસ શરુ કરવટ પહેલા માં સરસ્વતીના આશીર્વાદ લેવા જોઈએ તેથી તેમને ભાવમાં સફળતા મળે તેવી માન્યતા છે.
