- આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વખત બનશે આ ઘટના
ભારતના ઈતિહાસમાં પહેલી વખત બનવા જે રહી છે આ ઘટના અત્યાર સુધી તમે અનેક વખત ફાંસીની સજા વિશે સાંભળ્યું હશે,પરંતુ આ એક એવી ફાંસીની વાત છે કે જે તમે અત્યાર સુધી કયારેય નહીં સાંભળી હોય.ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે તેવી ઘટના બની છે.
મથુરાની જેલમાં મહિલાને ફસની આપવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે. તેમજ જેલ પ્રશાસન દ્વારા મહિલાની ફાંસીની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.આ મહિલાએ એવું તો શું કર્યું હતું કે તેને ફાંસીની સજા આપવામાં આવશે,વર્ષ 2008માં આ મહિલાએ પ્રેમી સાથે મળીને પરિવારના સાત સભ્યોની કુહાડીથી હત્યા કરી હતી .શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પરિવારના સાત સભ્યોને મોતને ઘાટ ઉતર્યા હતા.
આમ.વર્ષ 2010માં કોર્ટ દ્વારા મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી 2 વર્ષ સુધી અમરોહ કોર્ટમાં ચાલી હતી.ત્યાર બાદ 15 જુલાઈ વર્ષ 2010ના રોજ જિલ્લા જજ એસ એ.હુસૈનીએ શબનમ અને સલીમને ત્યાં સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ ત્યારબાદ શબનમ અને સલીમએ દયા અરજી પણ કરી હતી.પરંતુ રાષ્ટ્રપતિ ભવન દાવર આ દયા અરજી
ફગાવી દેવામાં આવી હતી.મહત્વની બાબત છે કે આઝાદી પછી શબનમ પહેલી મહિલા છે કે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે હાલ શબનમ બરેલી જેલમાં બંધ છે જયારે સલીમ આગ્રાની જેલમાં છે.