આ વખતે શાહરૂખ ખાન અભિનેતા જ નહીં પણ નિર્માતા છે. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટે પહેલા ગૌરી શિંદેની ડિયર જિંદગીમાં સાથે દેખાય હતા..
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ ફિલ્મ ડિયર જિંદગી પછી ‘ડાર્લિંગ્સ’માં એકસાથે જોવા મળશે. જોકે આ મૂવીમાં માતા-પુત્રી એક મજેદાર વાર્તા કહેવા માટે ભેગા થયા છે.
આ મૂવીની રસપ્રદ વાત એ જ છે કે આ વખતે શાહરૂખ ખાન અભિનેતા તરીકે નહીં પણ નિર્માતા છે. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટે પહેલા ગૌરી શિંદેની ડિયર જિંદગીમાં સાથે કામ કર્યું હતું, જે સફળ સાબિત થઇ. હવે શાહરૂખ ખાન આલિયા ભટ્ટ સાથે ‘ડાર્લિંગ્સ’માં નિર્માતા તરીકે કામ કરવા જઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ Red Chillies Entertainment દ્વારા બનાવવામાં આવી રહી છે.
થોડા સમય પહેલા આલિયાને ‘ડાર્લિંગ્સ’ની સ્ટોરી કહેવામાં આવી હતી. ખાનગી સૂત્રોએ કહ્યું કે તેમને સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી હતી અને તેણીએ તરત જ ફિલ્મ માટે હા પાડી હતી. ડાર્લિંગ્સ સાથે જસમીતની રેને દિગ્દર્શનની શરૂઆત કરી રહી છે. અત્યાર સુધીમાં તેમણે ઘણી ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર અને મુખ્ય સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. આ સિવાય તેમણે ‘ફોર્સ 2’, ‘ફન્ને ખાન’ અને ‘પતિ પત્ની ઓર વો’ જેવી ફિલ્મ પણ લખી હતી. આ ફિલ્મમાં આલિયા મુખ્ય ભૂમિકાની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ જેવા કલાકારો પણ હશે.
માહિતી અનુસાર આ ફિલ્મમાં મુંબઇના મધ્યમ વર્ગના પરિવારની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. બે મહિલાઓના અસાધારણ સંજોગોવાળા જીવનને દર્શાવવામાં આવ્યું છે, તેમાં તેમને હિંમત અને પ્રેમ મળે છે. આ મનોહર સ્ક્રિપ્ટમાં આલિયા અને શેફાલી એક માતા-પુત્રી જોડીમાં દેખાશે.
આ અઠવાડિયે જ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે અને ડાર્લિંગ્સનું શૂટિંગ 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં જ શરૂ કરી દેવામાં આવશે. અગત્યની વાત એ છે કે, મૂવીને રીલિઝ પણ આ વર્ષે એટલેકે, 2021ના અંત સુધીમાં કરવાની શાહરૂખ એન્ડ ટીમની તૈયારી છે. પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટીમ ટૂંક સમયમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે.

previous post