આ કોર્પોરેશનના શાસકોએ ઉજાણી અને નાસ્તામાં રૂ.50 કરોડ વાપરી નાંખ્યા

અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોએ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન અનેક ગણો મોટો ખર્ચ કર્યો છે. મહાનગરપાલિકાના શાસકોએ પાંચ વર્ષ માં 50 કરોડનો ખર્ચ કર્યો છે.વર્ષ 2015થી 2020 સુધી મહાનગરપાલિકામાં ભાજપ શાશકપક્ષ તરીકે હતું.આ સમયગાલા દરમ્યાન 50 કરોડનો ખર્ચ વાહન ખરીદી તેમજ ઉજવણીઓ અને ચા નાસ્તા પર કર્યો છે.

વર્ષ 2015માં ભાજપ પક્ષ સત્તા પર આવ્યા પછીના એક વર્ષના સમયગાળામાં મેયર માટે નવી ગાડી ખરીદવામાં આવી હતી.તેમજ આ સમયગાળામાં અન્ય તમામ હોદ્દેદારો તેમજ અધિકારીઓ અને આસિસ્ટન્ટ કમિશ્નર સુધીના તમામ અધિકારીઓ માટે 30થી વધુ નવી ગાડીઓની ખરીદી કરવામાં આવી હતી.આમ માત્ર વાહન ખરીદી પાછળનો ખર્ચ જોવા જઈએ તો ત્રણ કરોડનો ખર્ચ માત્ર વાહન ખરીદીનો જ છે.છેલ્લા પાંચ વર્ષમાં મહાનગર પાલિકામાં મેયરથી માંડીને દંડક સહિતના હોદ્દોદારો માટે પાંચ જેટલી ઈનોવા કારની ખરીદી કરવામાં આવી છે.તેમજ ડેપ્યુટી મુઈનીસીપાલ કમીશ્નર માટે
સ્કોર્પિયો કારની ખરીદી કરવામાં આવી છે.

આ ઉપરાંત ઓફિસ તેમજ હોદ્દેદારોના બંગલા રીનોવેશન પાછળ પણ મોટા પ્રમાણમાં ખર્ચો કરવામાં આવ્યો છે.ઓફીસ અને બંગલાના રીનોવેશન પાછળ પાંચ વર્ષમાં પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના મેયરના
બંગલા માટે એક કરોડનો ખર્ચ કરવમાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરમાં થતી ઉજવણીઓ માટે 30 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.કાંકરિયા કાર્નિવલ પતંગોત્સવ સહિત ની વિવિધ ઉજવણીઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી, સ્થિતિ અતીગંભીર હોવાનુ સાબિત કરે છે

સુરતમાં આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

Inside User

અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની લાશ મળી આવી.

Inside Media Network

ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો

Inside Media Network

મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય, શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી

માસ્ક ન પહેરનારા સામે કડકાઈ કરશે, 1 હજારનો દંડ વસૂલવા DGPનો આદેશ

Republic Gujarat