‘વ્હાલો લાગે’ગીતનું ટીઝર થયું રિલીઝ
ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના કંઠે ગવાયું છે ગીત
અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી રાધાકૃષ્ણના રૂપમાં જોવા મળશે
પ્રેમનો પર્યાય એટલે રાધાકૃષ્ણ, કોઈ પણ પ્રણય ગીત એ બે પ્રેમીઓના પ્રેમને ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે.રાધાકૃષ્ણનો પ્રેમ એ જગવિખ્યાત છે એમના પ્રેમને એક સુંદર ગીત દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.ગુજરાત અને ભારતના લોકપ્રિય ગાયક ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના કંઠે ગવાયેલું ગીત ‘વ્હાલો લાગે’નું ટીઝર રિલીઝ થયું છે. સુંદર શબ્દોથી કંડારીને સંદિપા ઠેસિયાએ આ પ્રણય ગીત અને સ્ટોરીને લખી છે. કોઈપણ ગીતને સુંદર બનાવવામાં સંગીતએ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આ ગીતનું મ્યુઝિક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી એ રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળશે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખીયા એ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓડેદરાએ કરેલી છે.
અહીં આ મધુર પ્રેમભર્યાં ગીતમાં શ્રી કૃષણ અને રાધના પ્રેમની વાત દર્શાવામાં આવી છે. પ્રેમ એ એક એવી અભિવ્યક્તિ છે જેને લાગણી અને ભાવથી દર્શાવી તો શકાય છે,પરંતુ જ્યારે એ જ લાગણીને સૂર અને શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે એ પ્રેમ કંઈક અલગ રીતે જ નીખરી આવે છે. આ ગીતમાં વાણી મ્યુઝિકે ખૂબ જ મહેનત કરી છે. “વ્હાલો લાગે”ગીતમાં ગુજરાતની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને ઘણી સિરિયલ અને ગીતોમાં મુખ્ય ભૂમિકા ભજવતા ભાવિન ભાનુશાલી અભિનય કરતાં જોવા મળશે.
સુંદર અને સરળ સ્વભાવ ધરાવતી રાધાને નટખટ કાનુડાની પ્રેમ કહાની એ એક પ્રેમભર્યા ગીત સ્વરૂપે જોવા મળશે. “વ્હાલો લાગે”ગીતનું ટીઝર એ વાણી મ્યુઝિક નામની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. આ ગીતનું ટીઝર લોકોમાં ખૂબ પ્રિય બન્યું છે. વાણી મ્યુઝિકે આ ગીતનું ટીઝર રીલીઝ કર્યું છે અને ટૂંક જ સમયમાં “વ્હાલો લાગે” ગીત વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે.