સામાન્ય રીતે સેક્શન 80C તેમજ 80Dના આધારે ઈન્ક્મ ટેક્સમાં છૂટછાટ મળતી હોય કે પરંતુ એવી કેટલીક બાબતો પણ છે જેના આધારે તે ઈન્ક્મ ટેક્સમાં છૂટનો લાભ મેળવી શકશો. સેક્શન 80C તેમજ 80D સિવાય પણ અનેક છૂટ આપવામા આવે છે.જેના આધારે તમને ફાયદો થઈ શકે છે.આમ આ માહિતી દ્વારા તમને વધુ લાભ મેળવી શકશો.
કેટલાક લોકો નાણાકીય વર્ષના અંતમાં ટેક્સથી છુટકારો મેળવવા માટે રોકાણ કરતા હોય છે .જેમાં સેક્શન 80C અંતર્ગત, તમારી કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાના કપાતનો દાવો કરવામાં આવે છે.આમ સામાન્ય રીતે કહેવામાં આવે તો 80C દ્વારા તમારી કુલ કરપાત્ર રકમ માંથીઅંદાજિત 1.5 લાખ જેટલો કપાત પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત સરળતટથી સમજવામાં આવે તો અનેક વ્યક્તિઓ ટેક્સથી બચવા માટે અનેક જગ્યાએ રોકાણ કરતી હોય છે.જેમાં ટર્મ ઇન્સ્યોરન્સનો પણ સમાવેશ કરાવમાં આવે છે.આ ઉપરતા અન્ય કેટલીક યોજનાઓ દ્વારા રોકાણના આધારે બચત કરી શકાય છે,જેમાં
ટર્મ ઈન્શ્યોરન્સ, 5 વર્ષની FD અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિત અન્ય યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે.
તેમજ આ ઉપરાંત 80CCD (1B) 50 હજારનો લાભ મેળવી શકશો
જો તમે નેશનલ પેન્શન સ્કીમનો લાભ લીધો છે તો તમે સેક્શન 80CCD (1B) અંતર્ગત 50 હજાર સુધી ઈન્કમ ટેક્સનો લાભ લઈ શકાશે . આ પ્રકારની સેક્શન 80CCD (1B) અને 80C ઉમેરીને તમે કુલ 2 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ ઈન્ક્મ ટેક્સ પર મેળવી શકશો.