ઈગ્લેન્ડ સામેની 5 T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ મોટું અને મહત્ત્વનું એલાન કર્યું છે. T20 સીરિઝ માટે ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને રાહુલ તેવટિયાને ભારતીય ક્રિકેટ ટીમની 19 સભ્યોની ટુકડીમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટની તમામ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ તા.12 માર્ચના રોજ શરૂ થશે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ ગઈ છે. જ્યારે સૂર્યકુમાર, રાહુલ તેવટિયાને એક મોટો ચાન્સ મળ્યો છે. જ્યારે વિકેટકીપર તરીકે રીષભ પંતની સાથે ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. શનિવારે વિજય હઝારે ટ્રોફીમાં ઈશાન કિશને ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. ત્યાર બાદ એના સિકલેક્શન પર ચર્ચા શરૂ થઈ હતી. 22 વર્ષના ઈશાન કિશને મધ્ય પ્રદેશની ટીમ સામે 94 બોલમાં 173 રન ફટકાર્યા હતા. IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ આ વિષય પર ઈશાન પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઈશાન IPL ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. એ પહેલા તે ગુજરાત લાયન્સ ટીમમાંથી પણ રમી ચૂક્યો છે. ઈશાને IPLની 51 મેચમાં કુલ 1211 રન બનાવ્યા છે. આ દરમિયાન સૌથી વધારે 99 રનનો સ્કોર રહ્યો છે. આ ઉપરાંત તેમણે 7 હાફ સેન્ચુરી ફટકારી છે. જ્યારે વર્ષ 2016માં અંડર 19 વિશ્વકપમાં તે ટીમ કેપ્ટન તરીકે પણ રહી ચૂક્યો છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત બેસ્ટ પર્ફોમન્સ આપ્યા બાદ સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે. જ્યારે હરિયાણા રાજ્યના રાહુલ તિવેટિયા પણ IPLમાં સારૂ પર્ફોમ કરી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયો છે.
જ્યારે સૂર્યકુમાર યાદવ અને મનીષ પાંડેને ટીમમાંથી બહાર કરી દેવાયા છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ રેસ્ટ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ જે ઈગ્લેન્ડ સામે મેદાને ઊતરશે એમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, શીખર ધવન, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રીષભ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી નટરાજન, ભૂવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. 12મી માર્ચથી આ ટુર્નામેન્ટ શરૂ થાય છે જે 20 માર્ચ સુધી ચાલશે.