દેશમાં કોરોના હાહાકાર વર્તાઈ રહ્યો છે. દેશમાં કોવિડ -19ના સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રીતે કંન્ટ્રોલ કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના હાહાકાર વચ્ચે હાલમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને જણાવ્યું છે કે શરૂઆતી લક્ષણો જણાતાં મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું સેલ્ફ આઈશોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહ સુચન મુજબ સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચુઅલી રીતે કરી રહ્યો છું.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારથીજ તેમને આઈસોલેટ કરી લીધા હતા. તે સમગ્ર કામકાજ હમણા પોતાનાં ઘરેથી વર્ચ્યુઅલી જ કરી રહ્યા છે. કોરોના પર થતી રોજની મિટીંગ 11ની બેઠકને પણ તેમણે વર્ચ્યુઅલી જ સંબોધી હતી. આદિત્યનાથે મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં અમુક અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને તેમના સંપર્કમાં હોવાને લઈને તે પણ આઈસોલેટ થઈ ગયા છે
કોરોના સંક્રમણનાં મામલમાં યૂપી હવે દેશમાં બીજા નંબર પર પહોચી ગયું છે. આંકડાઓ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં રોજ આવનારા અને કન્ફર્મ થઈ રહેલા કેસ પાછલા મહિનાની સરખામણીએ 204% વધી ગયા છે. મંગળવારે અહીંયા એક જ દિવસમાં 18021 નવા કેસ રિપોર્ટ થયા. 24 કલાકમાં 85 કોવીડ દર્દીઓનાં મોત થયા છે.
