- એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની કોરોના સંક્ર્મણને લઈને ચેતવણી
અંદાજિત છેલ્લા 1વર્ષથી કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.કોરોના વાયરસે અનેક લોકોનો ભોગ લીધો છે,તેમજ ભારત દ્વારા કોરોના વેક્સિન પણ શોધવામાં આવી છે.તેમજ દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. પરંતુ એક વિરામબાદ કોરોના વાયરસે ફરી વેગ પકડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.હાલમાં મળતી માહિતીના આધારે કોરોના વાયરસ 91 જીલ્લાઓમાં વેગ પકડ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ફરી મોટા પ્રમાણમાં ફેલાયો હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ કર્ણાટક,હરિયાણા,પંજાબ,છત્તીસગઢ અને ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.91 જિલ્લાઓમાં 34 જિલ્લાઓ મહારાષ્ટ્રના છે.આ ઉપરાંત કર્ણાટકના 16 જયારે અન્ય રાજ્યોના 4-4 જયારે કેરળ ના 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે.આમ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે. જે રીતે કોરોનાના લક્ષણોમાં સતત બદલવા આવી રહ્યો છે તે પ્રમાણે હર્ડ ઇમ્યુનીટી એટલે રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થવો ખુબ મુશ્કેલી ભર્યો બની ગયો છે. આથી કોરોનાના સંક્ર્મણમાં વધારો થવાની સંભાવના વધુ રહે છે.
કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને વેક્સિનેશન પ્રક્રિયામાં વધારો કરવા આદેશ
કોરોનાના વધતા સંક્રમણના પગલે, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોને પત્ર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયામાં વધારો કરવા આદેશ આપવામાં આવ્યા છે.કેટલાક રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન આપવામાં આવી રહી છે.હાલમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તેમજ હેલ્થકેરવર્કર્સને કોરોના રસી આપવામાં આવી રહી છે.તેમજ આગામી માર્ચ મહિનાથી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને રસી આપવમાં આવશે.આ ઉપરાંત એવા વ્યક્તિઓને પહેલા રસી આપવામાં આવશે જેઓ અન્ય બીમારીઓથી પણ પીડાતા હોય.
હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાં કેસમાં ખુબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિતા વ્યક્ત કરી છે સાથે સાથે તેમણે મહારાષ્ટ્રના દરેક નાગરીકોને રવિવારે 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તેમજ તેમણે કહ્યું છે કે જો તમે લોકડાઉં નથી ઇચ્છતા તો કોરોનાના નિયમોનું યોગ્યપણે પાલન કરો અને કરોના ગાઈડલાઈનને અનુસરીને કાર્ય કરો.તેમજ ઉદ્ધવ ઠાકરએ સોમવારથી રાજ્યમાં ભીડભાડવાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી
- 6 રાજ્યમાં કોરોનાની પરિસ્થતિ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 21 લાખ 884 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.જેમાં 19 લાખ 94 હજાર 997 લોકો સજા થઈ ચુક્યા છે.તેમજ કોરાના કારણે અત્યાર સુધી 51 હજાર 788 દર્દીઓને જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 24 કલાકમાં 6.971 કોરોનાના નવા કેસ નોંધાયા છે.
કેરળમાં અત્યારસુધીમાં 10 લાખ 34 હજાર 658 લોકો સંક્રમિત થયાં છે.જયારે 9 લાખ 71 હજાર 975 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.અને કોરોનાના કારણે 4,090 લોકોનાં મોત થયા છે.તેમજ 24 કલાકમાં 4,070 કોરોનાના નવા કેસ નોંધાયા છે.
ગુજરાતની વાત કરવામાં આવી તો,ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ 67 હજાર 104 લોકો સંક્રમિત થાય છે.જેમાં 2 લાખ 61 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે તેમજ ગુજરાતમાં 4405 દર્દીનાં કોરોનાના કારણે
મૃત્યુ થઈ ચુક્યા છે.
મધ્યપ્રદેશમા અત્યારસુધીમાં 2 લાખ 59 હજાર 427 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા.24 કલાકમાં 299 લોકો કોરોના સંક્રમિત થયા છે.જયારે 238 દર્દી સાજા થયા છે અને 4 લોકોના મૃત્યુ થયા છે.
રાજસ્થાનમાં રાજ્યમાં24 કલાકમાં 82 લોકો કોરોના સંક્રમિત થયા છે.જયારે 137 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધીમાં 3 લાખ 19 હજાર 543 લોકો કોરોનાથીસંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 3 લાખ 15 હજાર 513 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,785 દર્દીનાં મોત થયાં છે. 1,245 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં 6 લાખ લોકો કોરોનાથી જ્યારે 10 હજાર 900 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે 1071ની સારવાર ચાલી રહી છે.અત્યારસુધીમાં 6 લાખ 37 હજાર 900 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે,