વહેલી સવારથી મતદાન પ્રકિયાની શરૂઆત થઈ ચુકી છે.ત્યારે અમદવદામ શહેરી જનોની મતદાન મથકે પર મોટા પ્રમાણમાં લાઈનો જોવા મળી છે.એક તરફ યુવાનોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ત્યારે કરવામાં માટે વૃધ્ધોની પણ મોટી લાઈન જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના પશ્વિમ વિસ્તારની વાત કરવાં આવે તો ત્યાં મતદાન પ્રકિયા થોડી મંદ ગતિએ ચાલીતી હોવાનું દેખાય રહ્યું છે.તેમજ બાપુનગર વોર્ડના ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં મતદાન કેન્દ્ર પર વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે.
જયારે અમાદવાદની વાત કરવામાં આવી તો, અમદવાદમાં 48 વોર્ડની 191 બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે.અને નાગરિકો પોતાના પ્રતિનિધિને મત આપવામાં વહેલી સવારથી જ મતદાન મથક પર જોવા મળી રહ્યા છે . મતદાન પ્રકિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ હોવાથી નાગરિકો પોતાના હકનો ઉપયોગ કરવા મતદાન બુથ પર લાઈન લગાવી ઉભા હતા.
શહેરના 48 વોર્ડની 192 બેઠકમાંથી 191 સીટ માટે 771 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.ત્યારે નારણપુરાવોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાર્ટ ખેંચતા ભાજપ ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા. અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું જયારે બીજી તરફ મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તે ઉપરાંત યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.