- એમેઝોનના બેઝોસ ફરી નંબર 1 પર પહોંચ્યા.
- ટેસ્લાની સંપત્તિમાંથી 15 અબજ ડોલરનો ઘટાડો
વિશ્વની નંબર 1 ગણાતી કંપની ટેસ્લાના સીઈઓ એલાન મસ્કે ટવીટર દ્વારા પર ટ્વીટ દ્વારા 15 અબજ ડોલર ગુમાવ્યા.આથી ટેસ્લાની સંપત્તિમાંથી 15 અબજ ડોલરનો ઘટાડો થયો જેના પરિણામે માસ્કની સંપત્તિમાં ઘટાડો થયો અને એમેઝોનના બેઝોસ ફરી નંબર 1 પર પહોંચી ગયા.
ટેલ્સા કોર્પોરેશનના શેરમાં રૂપિયા 8.6 ટકાનો ધટાડો જોવા મળી રહ્યો છે તેની સાથે એલન મસ્કની સંપત્તિમાંથી 15.2 અબજ ડોલર સાફ થઈ ગયા.ઘટાડાનું મુખ્ય પરિણામ મસ્કે ટ્વીટર પર કરેલી ટિપ્પણી છે.જેમાં એલન મસ્કે ઈથર અને બિટકોઈનના ભાવને ઉંચા ગણાવ્યા હતા.અને તે એલાન માસ્કનું એ ટ્વીટ વાયરલ થયું હતું જેના કારણે તેના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો .અને તેની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલા ટેસ્લાએ બીટકોઈન દ્વારા તેની બેલેન્સ શીટમાં બીટકોઈન દ્વારા 1.5 અબજ ડોલર ઉમેર્યા અને તેને બે અઢવાડિયા બાદ આ ટ્વીટ કરતા ભાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે.ટેસ્લાના એલન મસ્ક. તેમજ ક્રિપ્ટોકરન્સીમાં 400 ટકા જેલો વધારો થયો અને બીજા દિવસે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.
તો,બીજી તરફ બીટકોઈનના ભાવમાં 24 કલાકમાં 55,050માંથી 44,960 પર આવી ગયા હતા.જેના કારણે ક્રિપ્ટોકરન્સી બીટકોઈનમાં 16થી 17ટકાનો ધટાડો જોવા મળ્યો હતો માર્ચ- 2020 પછીનો સૌથી મોટો ભાવ કડાકો જોવા મળ્યો હતો
ભારતીય શેર બજારના વોરએન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ ભારત સરકારને બીટકોઈન પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું.તેમજ તેમને જણાવ્યું હતું કે કરન્સીની રચના કરવાનો હક માત્ર સરકારનો છે.