- બીમારી લાભો મેળવવાની શરતોમાં આપી રાહત.
- કર્મચારીઓ રાજય વીમા નિગમએ મહિલાઓને આપી અનોખી ભેટ,
કર્મચારીઓ રાજ્ય વીમા નિગમએ મહિલાઓને બીમારી લાભો મેળવવા માટેની શરતોમાં રાહત આપી છે. ESICએ માંદગી લાભ મેળવવા માટે વીમાકૃત મહિલાઓના ફાળાની શરતોમાં થોડી છૂટ છાટ આપી .આ સાથે ESIC તેની આરોગ્ય વીમા યોજના હેઠળની સેવાઓમાં સુધારો કરશે અને વધુ હોસ્પિટલો સ્થાપશે તેવું નક્કી કરવામાં આવ્યુ છે.
તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારની અધ્યક્ષતામાં કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC)ની 184 મી બેઠક યોજાઇ હતી. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે, કે આ બેઠકમાં તેના કર્મચારીઓના ફાયદા માટે તબીબી માળખાગત સુવિધામાં સુધારણા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી સેવાઓ પુરી પાડવાની વ્યવસ્થામાં સુધારો આવશે.
અગાઉ પણ ESICએ 20 જાન્યુઆરી, 2017 થી લાગુ કરાયેલી છૂટછાટમાં પ્રસૂતિ લાભને 12 અઠવાડિયાથી 26 અઠવાડિયા સુધી વધારી દીધો હતો. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ લઘુતમ 78 દિવસની યોગદાનની શરતો પુરી કરી શક્તિ નહતી.તેથી મહિલાઓ પ્રસૂતિ લાભ લીધા પછી માંદગી લાભ મેળવવા માટે શકતી નહતી એટલે હવે આ શરતોમાં પણ કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ ઉદાર બનશે.