કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કુલમાં ભીષણ આગ, આગ લપેટમાં ફસાયેલા 3 મજૂરોને બચાવાયા

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી છે. 4 થી 6 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી હાલમાં આપવામાં આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

બપોરના પોણા બાર વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. તેથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. પરંતુ અહી મજૂરીકામ કરવા કરવા આવેલા 3 છોકરાઓ સ્કૂલની આગમાં ફસાયા હતા.

આ આગ એટલી ભીષણ હતી કે, સ્કૂલનું તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી મોટી હતી કે, સુરતની ઘટનાનું પુનરાવર્તન થઈ શકે તેમ હતું. સદનસીબે કોરોનાકાળ હોવાથી સ્કૂલો બંધ છે. સ્કૂલ ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, હવે આગ કેવી રીતે લાગી હતી તે અંગે તપાસ કરવામાં આવશે.

Related posts

દર્દીઓની હાલાંકી: આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત

Inside Media Network

ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો,ગૃહિણીનું બજેટ ખોરવાશે

Inside Media Network

નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં મળી શકે છે સારાસમાચાર

Inside Media Network

હોળી 2021: ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ઉદય યોગમાં આજે હોળીકા દહન શુભ

Inside Media Network

રેમડેસિવિર ઇન્જેક્શનના વહીવટ મામલે સી.આર.પાટીલ પર થશે કાર્યવાહી

Inside Media Network

સિનિયર સિટિઝન્સને COVID-19ની રસી આપવાનું અભિયાન શરૂ

Republic Gujarat