દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે આ લડાઈમાં જનતાની મદદ જરૂરી છે. અમે દરેક ચીજને જનતા સામે રજુ કરી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈ પણ મોતના આંકડા છૂપાવ્યા નથી. દિલ્હીમાં કેટલા બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની શું હાલત છે તે અમે જનતાને જણાવી છે.
દિલ્હી માટે નિર્ણય લેવો આસાન નહોતો. લોકોના રોજગાર પૂરા થઈ જાય છે. રોજમદાર જીવન જીવનારા પર મોટી મુશ્કેલી પડી હતી. પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા લાગ્યા હતા. આ વખતે આ નાનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં સમય અને પૈસા ખરાબ થશે. દિલ્હીથી બહાર કોઈ ના જશો. કદાચ તેને વધારવાની જરૂર નહીં. બધા સાથે મળીને કામ કરીશું તો જલદીથી તેના પર જીતી જઈશું.
