રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે હવે માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે, રાજ્ય સરકારે તમામ જીલ્લા કલેક્ટરને સુચના આપી, અત્યાર સુધી 70 ટકા ઓક્સિજન હોસ્પિટલને અપાતો હતો, 30 ટકા ઓક્સિજન વિવિધ ઈન્ડસ્ટ્રીઝને અપાતો હતો, ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનાં પ્રમાણમાં સરકારે તબક્કાવાર ઘટાડો કર્યો છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓ અને શહેરમાં ઓક્સિજનની અછતને લઈ ચારેકોરથી બુમ ઉઠી છે અને તેને લઈને સરકારે એક્શનમાં આવવાની ફરજ પડી છે. ગઈકાલે જ દિલ્હી માટેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને સુચના આપવામાં આવી હતી કે પેશન્ટોને પહેલા ઓક્સિજન આપવામાં આવે બાદમાં સ્ટીલ પ્લાન્ટ ચલાવો.
એટલે કે ઉદ્યોગોની પ્રાથમિક્તાને ઘટાડીને માણસોને જીવડાવવા માટે કોર્ટે ટકોર કરી હતી. થોડાક દિવસો પહેલા ગુજરાત હાઈકોર્ટે લીધેલા સુઓમોટોમાં પણ સરકારને ઓક્સિજન સપ્લાયને લઈ યોગ્ય કરવા જણાવાયું હતું. અછત અને પ્રજાની હાલાક વચ્ચે સરકારે આખરે નિર્ણય લેવાની ફરજ પડી હતી કે ઉદ્યોગોને અપાતા ઓક્સિજનનાં સપ્લાયમાં ઘટાડો કરીને મેડિકલ એજન્સીઓને વધારે પુરો પાડવામાં આવે.
આદેશ અનુસાર ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર ઓક્સિજન સપ્લાય આજથી કરી શકાશે નહી. ફક્ત 9 શ્રેણીઓને બાદ કરતાં ઓક્સિજન સપ્લાય કરનાર, ઓક્સિજનના નિર્માણ કરનાર પ્લાન્ટ અને ઓક્સિજનની અવરજવર કરનાર વાહનો પર કોઇ પ્રતિબંધ નહી હોય.
આ પહેલાં બુધવારે દિલ્હી હાઇકોર્ટે કેંદ્ર સરકારને ઇંડસ્ટ્રીની ઓક્સિજન સપ્લાય પર તાત્કાલિક રોકવા પર નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન પર પ્રથમ હક દર્દીઓનો છે.
