કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકાના કડક નોયમોં હોવા છતાં કોરોના કાબુમાં આવી રહ્યો નથી અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોનાના નવા લક્ષણો સામે આવ્યા છે. સુરત શહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસરી ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. પાલિકાના કહેવા મુજબ નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે.

મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે પરંતુ જો ઉક્ત મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાના 1800-123-8000 નંબર પર જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

નવા લક્ષણો દેખાતા સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને સાવધાન કર્યાં છે. જેમાં પાલિકાએ તંત્રને અપીલ કરી છે કે, આ લક્ષણો દેખાય તો ખાસ ટેસ્ટ કરાવજો. આ વિશે સુરત મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર પેજ પર પણ કહ્યું છે કે, નવા સ્ટ્રેઈનનાં ૭ લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો. સુરત મહાગરપાલિકાનું મિશન છે.

સુરતમાં કોરોનાના નવા લક્ષણો

શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુ:ખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી. બીજી તરફ, સુરતમાં કોરોનાની સ્થિતિ અમદાવાદ કરતા વધુ વિકટ બની રહી છે. આ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ, સુરતમાં સંક્રમણ વધતાં સરકારે એચ આર કેલૈયા અને યોગેન્દ્ર દેસાઈની સુરતમાં નિમણૂંક કરાઈ છે. બંને અધિકારીઓ નાયબ મ્યુ. કમિશનરની ફરજ બજાવશે. બંને અધિકારીઓ વેક્સીનેશનની કામગીરી પર ફોકસ કરશે. 30મી એપ્રિલ સુધી બંને અધિકારીઓની સુરતમાં નિમણૂંક કરવામાં આવી છે.

Related posts

INS વિરાટ જહાજને મ્યુઝિયમ બનાવવા સુપ્રીમમાં અરજી

Inside Media Network

આજના દિવસે 2003માં ઇન્ડિયા પાકિસ્તાનને હરાવી વર્લ્ડ-કપ જીત્યું હતું

ગોધરાકાંડનો ભાગેડુ આરોપી ઝડપાયો – Gujarat Inside

Inside Media Network

બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.

Inside Media Network

સુરતમાં 13 વર્ષના બાળકને ભરખી ગયો કોરોના, શરીરમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં

ગુજરાત: પીએમ મોદી જ્યાં ચા વેચતા હતા તે સ્ટેશન આજે તેના પુનર્નિર્માણનું ઉદઘાટન કરશે

Republic Gujarat