- કોરોનાના કેસોમાં ધરખમ વધારો
- 24 કલાકમાં 16,738 નવા કેસ નોંધાયા
- કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓ 130 નોંધાયા
દેશમાં ફરી એકવખત કોરોનાએ ઉછાળો માર્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.સાથે જ કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા 130 નોંધાય છે.એક મહિનામાં સૌથી વધુ કેસ ફેબ્રુઆરી મહિનામાં નોંધાયા છે.આ પહેલા જાન્યુઆરી મહિનામાં 28 જાન્યુઆરીના રોજ 18,912 કેસ નોંધાયા હતા.સાથે મૃત્યુઆંક 162 નોંધાયો હતો.આમ, છેલ્લા 3 દિવસથી કોરોનાના 2.996થી વધુ પોઝીટિવ કેસો આવી રહ્યા છે.
ગજરાતમાં પણ કોરોનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગરુરવારે 424 કોરોનના પ્રોઝિટિવ કેસો નોંધાયા હતા. અને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2,68,571 પર પહોંચી છે.જોકે મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો નથી, સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા હાલ 1991 છે.જયારે 301 દર્દીઓ સજા થયા છે.
ત્યારે વેક્સિનેશન પ્રક્રિયાને પણ વેગ આપવા કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.ભારતમાં પ્રતિ 100 લોકોમાં માત્ર 1 વ્યક્તિને કોરોના વેક્સિન આપવામાં આવે છે.ભારતનું લક્ષ્ય જુલાઈ સુધી 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાનું છે. જેમાં તે ઘણું પાછળ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,34,72,643 લોકોને વેક્સીન અપાઈ છે. માર્ચના અંત સુધીમાં આ લક્ષ્ય 3 કરોડ લોકોને વેક્સીન આપવાનું છે