ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝિલેન્ડે આ નિર્ણય ત્યારે લીધો છે. જ્યારે દેશમાં સંક્રમણના કેસો 1 લાખથી વધારે આવવા લાગ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ન્યુઝીલેન્ડના નાગરિકોને પણ દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
‘ન્યુઝીલેન્ડ હેરાલ્ડ’ ના સમાચાર મુજબ, આર્ર્ડને કહ્યું કે પ્રતિબંધ રવિવારથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડ -19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત અન્ય દેશોમાંથી ઉદભવતા જોખમોની સરકાર આકારણી કરશે.
ન્યુઝીલેન્ડમાં કોરોના વાયરસના 23 નવા કેસ નોંધાયા છે, જેમાં 17 ચેપગ્રસ્ત લોકો ભારતથી આવ્યા હતા. આ પછી યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે દુનિયામાં ભારતનો ત્રીજો નંબર છે. દુનિયામાં દરરોજ સૌથી વધારે કેસ મામલે ભારત મોખરે છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં થઈ છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારતનો નંબર આવે છે
