હાલમાં દેશમાં કોરોના વેક્સિન આવી ગઈ છે. તેમજ વેક્સિનેશન પ્રકિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ દેશમાં ધીરે ધીરે દરેક વસ્તુઓ શરૂ થઈ રહી છે.કોરોનાના કેસમાં વધારો થવાના કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે, યોગ્ય નિયમો પાલન કરવામાં નહીં આવે તો ફરી લોકડાઉન લાગી શકે છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનના વધતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.તેમજ તે,મેં ચેતવણી આપતા કહ્યું છે કે જો યોગ્ય નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો,કાર્યવાહી કરવામાં આવશે.
મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિડીયો કોન્ફોરન્સિંગના માધ્યમથી એક બેઠક કરી હતી.તેમાં તેમને કહ્યું હતું કે જો નાગરિકો દ્વારા કોરોનાના નિયમો તેમજ ગાઈડલાનીનું પાલન કરવામાં નહીં આવે તો તેમની સામે કડકડ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કેકે હવે લોકો પર છે કે તો ફરી લોકડાઉન ઈચ્છે છે કે નીયમોના પાલન સાથે કાર્ય કરવા ઈચ્છે છે.તેમજ તેમણે કહ્યું હતું કેલોકો બેદરકરી પૂર્વક વર્તન કરી રહ્યા છે. કોરોના ગાઈડલાઈનોનું યોગ્ય પાલન નથી કરી રહ્યા,ત્યારે જીલ્લા તેમજ પોલીસ પ્રશાસનની જવાબદારી છે કે તેઓ દ્વારા નિયમોનું યોગ્ય પાલન કરાવવામાં આવે.તેમજ છૂટછાટ આપવામાં આવી છે પરંતુ લોકો તેનું યોગ્ય પાલન કરતા જોવા નથી મળી રહ્યા.
The post કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ચેતવણી appeared first on Gujarat Inside.