દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ દેશના વધુ એક રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, સાથે સાથે સખ્ત નિર્ણયો પણ લાદવામાં આવ્યા છે. ગોવામાં વધતા કોરોના વાયરસના મામલાઓને જોતા આવતીકાલથી એટલે કે 29 એપ્રિલથી ત્રણ મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. આ લોકડાઉનમાં તમામ જીવન જરૂરીયાતની સેવાઓ યથાવત રીતે ચાલું રહેશે. સાર્વજનિક પરિવહન સેવા બંધ રહેશે, કસીનો, બાર, હોટલ બંધ રહેશે.
અત્રે જણાવવાનું કે ગોવામાં કોરોના વાયરસના મંગળવારે 2110 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 31 દર્દીઓના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 81,908 થઈ છે. જ્યારે કુલ મૃતકોની સંખ્યા 1086 છે. રાજ્યમાં ચહાલ 16591 એક્ટિવ કેસ છે.
આવતીકાલથી એટલે કે 29 એપ્રિલથી ત્રણ મે સુધી લોકડાઉન
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અગાઉ કહ્યુહતું કે, ગોવામાં કોવિડ-19 મામલા પર નિયંત્રણ લાવવા માટે 21થી 30 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવામાં આવ્યુ હતું. તે સમયે . કેસિનો, રેસ્ટોરંટ અને બાર, સિનેમાં હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ વધતા કેસોને કારણે હવે સખ્ત લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. ઉલ્લેકનીય છે કે ગોવા બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં જ્યારે પણ પરીક્ષા આયોજન કરવામાં આવશે, ત્યારે 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે.
