દેશમાં એક બાજુ ઓક્સિજનની ભારે સમસ્યા જોવા મળી રહી છે, તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી ઘટના બની છે. બુધવારે અહીં હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક કરી થઇ ગયું, ત્યાર પછી હડકંપ મચેલો છે. જે સમયે ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ હતા.
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે ઓક્સિજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા 22 જેટલા દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયા છે. અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 23 દર્દી હતા. જ્યારે કુલ 171 દર્દી હતા. ઓક્સિજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.
હવે પ્રશાસન દ્વારા લીકેજની તપાસ બેસાડી છે. જે સમયે ઘટના થઇ છે, ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ હતા. ઓક્સિજન લીક થવાની ઘટના પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે લીકેજને કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે.
