કોરોના કહેર: ગુજરાતમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3280 કેસ નોંધાયા, 17 ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો.

અમદાવાદમાં 789 અને સુરતમાં 615 કેસ
રાજ્યમાં આજે 6 એપ્રિલે મહાનગરો નોધાયેલાકોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 789, સુરતમાં 615, વડોદરામાં 218 અને રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 5 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 16252 એક્ટીવ કેસ હતા, જે આજે 6 એપ્રિલે વધીને 17,348 થયા છે.જેમાં 171 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 17,177 લોકોની સારવાર ચાલી રહી છે.

અત્યાર સુધીમાં 70,38,445 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,47,185 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,75,777 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 29,886 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

Related posts

મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરવા કરાયા આદેશ

Inside Media Network

મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

Inside Media Network

પ્રદેશ પ્રમુખ છે કે મજાક? પાટીલનું સન્માન કરવાનું ભૂલાયું, CMને ફૂલહાર

Inside Media Network

કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

Inside Media Network

પીએમ મોદી IITના વિદ્યાર્થીઓને ‘સેલ્ફ -3’ મંત્ર આપ્યો

Inside Media Network

હાઈકોર્ટએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની અરજી ફગાવી

Inside Media Network
Republic Gujarat