દેશમાં પાંચ મહિના પછી એક દિવસમાં પચાસ હજારથી વધુ કેસ નોંધાયા છે.સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. અહીં નાગપુરમાં વધતા જતા કેસો વચ્ચે હોસ્પિટલમાં પથારીની બેડ ની સર્જાઇ છે. જ્યાંથી 60 ટકાથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. હવે નાગપુરમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં વધતા કેસો વચ્ચે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યાં છે.
નાગપુર જીએમસી મેડિકલ અધિકારીએ જણાવ્યું કે, ‘હોસ્પિટલમાં 600 બેડ છે, જેમાંથી 90 બેઝમેન્ટમાં છે. ત્યાં ડ્રેનેજની સમસ્યા હોવાથી તેને બંધ કરાયા હતા, અત્યારસુધી હાઈકોર્ટની મંજૂરીની રાહ જોઈ રહ્યાં હતા. હવે અમને બેડ મળ્યા છે.’
ણાવી દઈએ કે નાગપુર દેશના એવા દસ જિલ્લાઓમાંથી એક છે જ્યાં સૌથી વધુ સક્રિય કેસ છે. પાછલા દિવસે પણ અહીં જિલ્લામાં આશરે 3700 નવા કેસ નોંધાયા હતા, જે આજ સુધીની સૌથી વધુ આંકડા છે. હાલમાં નાગપુરમાં 34 હજારથી વધુ સક્રિય કેસ છે.
જણાવી દઈએ કે નાગપુરમાં કોરોના સંકટને કારણે 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.માત્ર નાગપુર જ નહીં, પરંતુ બીડ, નાંડેડ પણ, આ સમગ્ર લોકડાઉન માટેનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકડાઉન, નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો છે.
