ગુજરાતમાં કોરોનાના કેસનો સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ બની રહ્યાં છે.દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ 1790 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વક્રી રહેલી કોરોનાની સ્થિતિ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં હાલ મૃત્યુઆંક ઓછો છે. સીએમે કહ્યું કે હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ પણ એક અઠવાડિયુ કેસ વધશે અને પછીથી તેમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે 3 લાખ વેક્સિન આપવાની મુહિમ છે. ગઈકાલે 70 હજાર ટેસ્ટ કર્યા છે. સરકાર ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ આધારે કામ કરે છે. હજુ અઠવાડિયુ કેસ વધશે. ચાર મનપામા કેસ વધારે છે તેના ફોકસ કરીને આગળ વધીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ. રોજના ત્રણ લાખ વેક્સીનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ 4 મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.
રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ અને લોકો માટે કોરોના ગાઇડલાઇનની ઐસી-તૈસી કરી નાંખી હતી. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.
