અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સિવાય પણ દાખલ થઈ શકાશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોએ 75 પરસન્ટ બેડ કોવીડ19ના દર્દી માટે અનામત રાખવા પડશે,એએમસી ક્વોટામાં દાખલ થવા માટે 108ના રેફરન્સની જરૂર નહી રહે.
અમદાવાદનું આધાર કાર્ડ ન હોય તો પણ હોસ્પિટલોમાં મળશે સારવાર
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે કોરોના સારવારમાં આધારકાર્ડ મામલે AMCએ સ્પષ્ટતા કરી છે. જેમાં AMCએ ઉલ્લેખ કર્યો છે કે માત્ર કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં મનપા કોટા માટે જ જરૂરી છે આધારકાર્ડ, હાલ અમદાવાદ મા 350 હોસ્પિટલ/નરશીંગ હોમ મા કુલ 12500દર્દીઓ સારવાર હેઠળ છે.
