કોરોના દર્દી અને તેના સ્વજનો માટે જાહેર કરાયો 24×7 હેલ્પલાઇન નંબર, સિવિલ મેડિસીટીમાં દર્દીઓને ઉત્તમ સુવિધા મળશે

અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24×7 કાર્યરત છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય (Health) સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24×7 કાર્યરત છે.

1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264
મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 940976697
આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075
યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248
જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) – 079-2269000

ઉપરોક્ત, તમામ નંબર 24×7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

Related posts

14 વર્ષીય સગીરે MD ડ્રગ્સ ખરીદવા 70 વર્ષીય વૃદ્ધ પર લૂંટ ચલાવી

Inside Media Network

લોકડાઉનની અફવા અંગે મોટી ખબર , AMC એ કર્યો ખુલાસો

Inside Media Network

દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો,વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા કેન્દ્રની સૂચના

Inside Media Network

કેન્દ્ર સરકારે ટ્રાફિક સુરક્ષાને લઈને બનાવ્યો નવો નિયમ

Inside User

અમેરિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ જોવા મળ્યો,શું ફરી વધી શકે છે કોરોના !

Inside Media Network

ટેક્સ ચૂકવવા અંગે મોટી રાહત

Inside Media Network
Republic Gujarat