કોરોના બેકાબુ: મહારાષ્ટ્રના નાગપુર પછી હવે બીડ જિલ્લામાં લાગું થશે સંપૂર્ણ લોકડાઉન


કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારની કડક ગાઈલાઈન હોવા છત્તા કેસમાં ઘટાડો થઇ રહ્યો નથી. કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

બીડ જિલ્લામાં 26 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન લાગું રહેશે. આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે. જોકે અત્યંત જરૂરી કાર્ય પર જવા માટે છૂટ-છાટ આપી છે, બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાસિક-ઠાણે-પુણે જેવા વિસ્તારોમાં પહેલેથીજ નાઈટ કર્ફયુ અથવા અન્ય સખ્ત પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

કેસ ત્રણ હજારની નજીક પહોંચી સક્રિય ગયા કેસ

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કોરોના કેસને કારણે લોકડાઉન અને નાઇટ કર્ફ્યુની ઘોષણા થઈ ચૂકી છે.હવે તેમાં બીડનું નામ પણ જોડવામાં આવ્યું છે.બીડમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં અચાનક વધારો થયો છે અને જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા ફરી ત્રણ હજારને વટાવી ગઈ છે, આ જ કારણ છે કે હવે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદમાં આજથી શરૂ થયું પેઈડ વેક્સીનેશન, 1000 આપી વેક્સીનેશન લઇ જાવ

સીએમ નીતિન પટેલે સ્વિકાર્યું કોરોના વકર્યો: આટલી હોસ્પિટલના બેડમાં કર્યો વધારો

કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 22 દર્દીના મોત

Inside Media Network

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું: યુરોપમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે, આ આપણા માટે ચેતવણી છે

વ્હાઈટ ફંગસના કહેર: દર્દીના આંતરડામાં પડી ગયું કાણું, ગંગારામ હોસ્પિટલો પ્રથમ કિસ્સો આવ્યો સામે

પ્રિયંકા ગાંધી ત્રણ દિવસીય પ્રવાસ પર લખનૌ પહોંચ્યા, કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

Republic Gujarat