કોરોના વેક્સિનને લઈને મોદી સરકારનો મહત્વનો નિર્ણય,1 માર્ચથી મળશે ફ્રી વેક્સિન

કોરોના વેક્સિનને લઈને મોદીએ સરકાર દ્વારા કેબિનેટ બેઠકમ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 હજારથી વધુ સરકારી કેન્દ્રો પર તેમજ 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે.

  • વેક્સિનને લઈને મોદી સરકારનો મહત્વનો નિર્ણય
  • 10થી વધુ સરકરી તેમજ 20 હજાર ખાનગી કેન્દ્રો પર મફત વેક્સિન આપવામાં આવશે
  • 60 વર્ષથી વધુના લોકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવામાં આવશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફોન્સ દ્વાર માહિતી આપવા જણાવ્યું હતું કે, 1 માર્ચથી 60 વર્ષ કે થતી વધુ ઉમર ધરાવતા લોકોને અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો કે જેને પહેલાથી જ કોઈ
બીમારી છે.તેમને પહેલા કોરોના વેક્સિન આપવામાં આવશે.

આ ઉપરાંત પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કે,સરકારી હોસ્પિટલોમાં તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રો પર રસી લેનાર વ્યક્તિઓને ફ્રી માં વેક્સિન આપવામાં આવશે.તેમજ જો કોઈ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેશે તો તેમણે વેક્સિનેશનની નિર્ધારિત કિંમત ચુકવાવણી રહેશે.તેમજ આગામી સમયમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનની કિંમત જાહેર કરવામાં આવશે.

16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થઈ છે.જેમાં ભારત સરકારે 2 કોરોના વેક્સિન કોવેક્સિન તથા કોવિશિલ્ડને મંજૂરી આપી


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોરોનાની રસીના કુલ 1,19,07,392 ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં 1,04,93,205 લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.જયારે 12,61,573 લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમજ દેશના 12 રાજ્યમાં 75 ટકા સ્વાસ્થ્ય કર્મચારીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,584 નવા કેસ નોંધાયા છે જ્યારે 13 255દર્દીઓએ કોરોનાનાને હરાવ્યો છે. તેમજ દેશમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. પરંતુ કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસોના કારણે ચિતના ઉભી થઈ છે.

Related posts

પ્રદેશ પ્રમુખ છે કે મજાક? પાટીલનું સન્માન કરવાનું ભૂલાયું, CMને ફૂલહાર

Inside Media Network

એલન મસ્કે ટ્વીટર પર એવું તો શું કહ્યું કે,15 અબજ ડોલર ગુમાવ્યા

Inside Media Network

રાહત: આજે પાંચ દિવસ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો, જાણો કેટલા છે ભાવ

Inside Media Network

જાણો શું કામ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ અને તેનું મહત્વ

Inside Media Network

સાંત્વની ત્રિવેદીએ “છાનું રે છપનું” ગીતને આપ્યો નવો અંદાજ

ગુજરાતમાં કોરોના કહેર, એપ્રિલના માત્ર 5 દિવસમાં 13 હજારથી વધુ કેસો નોંધાયા, 15નાં નિપજ્યા મોત

Republic Gujarat