કોવિડ ટાસ્ક ફોર્સનું મોટું નિવેદન, રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી

રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. દવાઓ, હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધઘતા વધારવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારની કૉવિડ-19 માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી. રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ સામેલ કરવામાં આવી છે.

અનુસંધાને ડૉક્ટર વી.એન શાહે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, ‘રાજ્યની કોવિડ ગાઇડલાઇનમાં ફેરફાર કરાયો છે. નિષ્ણાંતોના મતે ગાઇડલાઇનમાં ફેરફાર કરાયો છે. સારવાર માટેના પ્રોટોકોલમાં પણ ફેરફાર કરાયો છે. રેમડેસિવિર ઇન્જેક્શનથી મૃત્યુઆંક ઘટાડી શકાયો નથી. બિનજરૂરી દવાઓ ન લો.’ વધુમાં ડૉક્ટર વી.એન શાહે જણાવ્યું કે, ‘બે નવી ટેબ્લેટને ઉમેરો. રેમડેસિવિર એ અક્સીર ઇલાજ નથી. અત્યાર સુધીમાં 90 હજારથી વધુ રિસર્ચ થયા છે. દર્દીઓએ જાતે દોડવાની જરૂર નથી

પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના આરોગ્ય સચિવવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યાં છે. નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઇડલાઉનમાં ફેરફારો અને સુવારાવ કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન પ્રમાણે રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી.

ડોક્ટર રાધવેન્દ્ર દિક્ષીતે આ અંગે વાત કરતા કહ્યુ કે, આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરેલામાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેવી ફ્લુ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.

Related posts

મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય, શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી

BJP Foundation Day 2021: “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”: PM મોદી

સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલમાંથી મળ્યો મૃતદેહ

Inside Media Network

કેજરીવાલની મોટી જાહેરાત: દિલ્હીમાં આજ રાતથી લાગૂ થશે 7 દિવસનું લોકડાઉન

Inside Media Network

RTPCR ટેસ્ટને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTPCR ટેસ્ટની કિંમત અંગે થઇ મોટી જાહેરાત

Inside Media Network

ખાનગી હોસ્પિટલોમાં ખૂટી રહ્યો છે ઓક્સિજન જથ્થો, ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ

Republic Gujarat