કોરોના વાયરસથી બેહાલ નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટના 8 વાગ્યે બની હતી. ઉપરના માળે આગ લાગી હતી, જે આઇસીયુ સુધી પહેંચી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, તો અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત પર જણાવ્યું કે લગભગ 27 લોકોને અહીંથી નિકાળી બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે કંઇ કહી ન શકાય.
મળતી જાણકારી પ્રમાણે કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગી હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક માહિતિ પ્રમાણે આગ એસીમાંથી લાગી હતી. આગ લાગ્યાના સમાચાર બાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે પોલીસના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરુ છે.
