કોવિશીલ્ડ વેક્સિન બનાવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓઉ ઈન્ડિયાએ બુધવારે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનની નવી કિંમતો જાહેર કરી હતી. ખાનગી હોસ્પિટલોને કોવિશીલ્ડ 600 રૂપિયા પ્રતિ ડોઝ અને રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન અપાશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ વેક્સિનેશનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલ સીધા જ વેક્સિન બનાવતી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદીને રાજ્યોને વહેંચી રહી હતી.
ભારતે સરકારે હાલમાં જ વેક્સીનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ સીધી રસી નિર્માતાઓ પાસેથી રસીની ખરીદી કરી શકશે. અત્યાર સુધી ફક્ત કેન્દ્ર સરકાર જ રસી ખરીદતી હહતી અને અલગ અલગ રાજ્યોમાં આપતી હતી.
રસીના કુલ ઉત્પાદનના 50 ટકા રસી કેન્દ્ર સરકારને મળશે જ્યારે બાકી 50 ટકા રાજ્ય સરકારો સીધી રસી નિર્માતાઓ પાસેથી લઈ શકશે. આ સાથે જ પ્રાઈવેટ સેક્ટર પણ આમ કરી શકશે.
