ગાઝિયાબાદ: શતાબ્દી એક્સપ્રેસમાં બની દુર્ઘટનાનો શિકાર, કોચમાં અચાનક આગ લાગતાં મચ્યો હાહાકાર

ગાઝિયાબાદ: શતાબ્દી એક્સપ્રેસમાં બની દુર્ઘટનાનો શિકાર, કોચમાં અચાનક આગ લાગતાં મચ્યો હાહાકાર


લખનઉ-શતાબ્દી એક્સપ્રેસની લગેજ બોગીમાં ભારે આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે. ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાક માટે રોકી હતી. લગભગ દોઢ કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી.

ચીફ ફાયર ઓફિસર સુનિલકુમારસિંહે જણાવ્યું કે સવારે સાત વાગ્યે શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હોવાની બાતમી મળી હતી. તાત્કાલિક 6 ગાડીઓ સ્થળ પર રવાના કરાઈ હતી. આગ ટ્રેનના છેલ્લા બોગી જનરેટર અને લગેજ બોગીમાં આગ લાગી હતી.

આગ લગતા જ તરત બોગીને ટ્રેનના બીજા ભાગથી અલગ કરી દેવામાં આવ્યો હતો . બંને દરવાજા તોડી આગને કાબૂમાં લેવામાં આવી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ફાટી નીકળી હતી

આ પહેલા 13 માર્ચે દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગની ઘટના બની હતી. દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ (02017) ના કોચ સી -5 માં 13 માર્ચે બપોરે હરિદ્વાર-દહેરાદૂન રેલ વિભાગમાં જંગલની વચ્ચે આગ લાગી હતી. આગની ઘટનાથી મુસાફરો દોડીઆવ્યા હતા. આ દરમિયાન કોઈએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી.

ફાયર બ્રિગેડના છ વાહનો કોચમાં આગ કાબુ કરી શકતા ત્યાં સુધીમાં આ કોચમાં મુસાફરોનો તમામ સામાન રાખ થઈ ગયો હતો. આ કોચમાં 35 મુસાફરો હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

તમામ મુસાફરો સલામત, મુસાફરો અન્ય કોચમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું

એવું કહેવામાં આવ્યું હતું કે લોકો પાયલોટ આગમાં વધારો થાય તે પહેલાં ઇમરજન્સી બ્રેક લગાવીને જંગલની વચ્ચે ટ્રેનને રોકી હતી. તાત્કાલિક કોચ સી -5 કોચને ટ્રેનથી અલગ કરવામાં કર્યો હતો અને અન્ય કોચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Related posts

કોરોનાની બીજી લહેર: અસરગ્રસ્ત રાજ્યો સાથે કેન્દ્ર સરકારની બેઠક, થઇ શકે છે મોટી ઘોષણા

West Bengal Election 2021: TMCના નેતાના ઘરેથી મળ્યા EVM અને VVPAT મળી આવતા હડકંપ, અધિકારીને કર્યા સસ્પેન્ડ

દિલ્હી સરકારનો આદેશ: ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ પલંગ વધારવો જોઇએ, એરપોર્ટ પર આજથી રેન્ડમ પરીક્ષણ થશે શરૂ

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: કોરોનાનો કહેર જોતા JEE મેઈન પરીક્ષા સ્થગિત, કોરોનાના વધતા સંક્રમણને પગલે NTA એ લીધો નિર્ણય

Inside Media Network

Punjab Congress Crisis: નવજોત સિદ્ધુ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી જવા રવાના થયા, કેપ્ટન થયા નારાઝ

24 કલાકમાં કોરોના લગભગ 1.5 લાખ નવા કેસ નોંધાયા, 794 લોકોનાં મોત, 5 લાખ દર્દીઓ માત્ર 7 દિવસમાં નોંધાયા

Inside Media Network
Republic Gujarat