ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં કરફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઉપરાંત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં પણ રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે. ગુજરાતના આઠ મહાનગર ઉપરાંત આંણદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરુચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે.
આ વીસ શહેરોમાં આગામી 30મી એપ્રિલ સુધી રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રહેશે. તમામે તમામ 20 શહેરોમાં આવતીકાલ તારીખ 7મી એપ્રિલને બુધવારના રોજથી જ રાત્રી કરફ્યુનો અમલ ચાલુ થશે. લગ્ન પ્રસંગમાં અત્યાર સુધી 200ની પરવાનગી આપવામાં આવતી હતી. જેમાં 100નો કાપ મૂકીને હવેથી 100 લોકોની મંજૂરી આપવામાં આવશે
કોઈ પણ દર્દીને દાખલ કરવા કે નહી કરવા તેનો નિર્ણય તબીબ જ કરશે પણ એક પણ દર્દીને સારવાર વિના ના રહે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું. ગુજરાતની વિવિધ સરકારી કચેરી અત્યાર સુધી બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી હતી તે હમણા એટલે કે એપ્રિલ મહિનાના દર શનિવારે બંધ રહેશે. એપીએમસી ખાતે લોકોની ભીડ થતી હોય છે ત્યા ભીડ એકઠી ના થાય તે માટે અગાઉની એસઓપીનો અમલ કરાશે.
આ ઉપરાંત ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેસિંગને પણ ખુબ જ મહત્વ આપવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે પણ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં કલેક્ટર અથવા કમિશ્નર નક્કી કરશે તેને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવશે. આ પ્રકારે કોરોના સંક્રમણ અટકાવાશે. રેમેડિસિવિર ઇન્જેક્શન 3 લાખ ઇન્જેક્શનનો સરકારે ઓર્ડર આપી દીધો છે. ખુબ જ ઝડપથી તેનો સપ્લાય ચાલુ થાય તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારી દવાખાનામાં ફ્રી અપાશે. ખાનગી હોસ્પિટલમાં નફો ન નુકસાનના ધોરણે અપાશે. જ્યાં જરૂર હશે તે પ્રકારે ઇન્જેક્શન 2 દિવસમાં જોઇએ તેટલા મળશે.
ઓક્સિજનની માંગ વધી છે ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે, ઓક્સિજનનું જે લોકો ઉત્પાદન કરે છે તેને 70 ટકા ઓક્સિજન કોરોના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે. 30 ટકા ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અપાશે. બેડની સંખ્યા વધારવા માટે વ્યાપક યોજના બનાવી છે. નાના નર્સિંગ હોમને પણ માઇલ્ડ અને એસિમ્ટમેટિક લોકોની સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં અને કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવશે. અહીં આઇસીયુ કે ઓક્સિજનની સગવડ નહી. એસિમ્ટમેટિક અને માઇલ્ડ પ્રકારનાં દર્દી દાખલ કરવામાં આવશે.
