ગુજરાતના જાણીતા પ્રોડ્યુસર કરાવ્યું રેટ્રો પ્રી-વેડિંગ

 

હાલના સમયમાં યુગલોમાં પ્રી-વેડિગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુગલો અલગ અલગ સ્થળો પર જઈને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે.અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.લગ્ન પહેલાં મેરેજ કપલ ફોટોશૂટ અને પ્રી-વેડિંગના ટ્રેન્ડ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે. પરંતુ આ 2021ના વર્ષમાં તમે લગભગ આ પ્રકારનું પ્રી-વેડિંગ નહીં જોયું હોય!

અત્યાર સુધીનું સૌથી સુંદર અને અલગ પ્રકારનું પ્રી-વેડિગ હોય ઓ એ છે.ગુજરાતના જાણીતા પ્રોડ્યુસર જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી વ્યાસનું સોશિયલ મીડિયા પર તેમનું પ્રી-વેડિગ ઘઉં મચાવી રહ્યું છે.ગુજરાત અને ગુજરાતી લોકો હમેશાં પોતાના દરેક ઉત્સવને કઇંક અલગ અંદાજમાં ઊજવતાં હોય છે. જય વ્યાસે પણ પોતાનાં પ્રી-વેડિંગને અલગ અંદાજમાં શૂટ કરાવીને પ્રી-વેડિંગ માટે એક નવો આઇડિયા આપ્યો છે.


તમે ઘણા કલરફૂલ પ્રી-વેડિંગ જોયા હશે જેમા અલગ અલગ લોકેશન પર પ્રી-વેડિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ 60 થી લઈ ને 80ના દાયકાની યાદ અપાવતું પ્રી-વેડિંગ આપણાં ગુજરાતી પ્રોડ્યૂસર જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી દ્વારા બનાવમાં આવ્યું છે. આ વિડીયો શૂટ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના અલગ અલગ ગીતો પર બનાવમાં આવ્યું છે. જેમાં 80ના દાયકના લોકપ્રિય ગીતો જેવા કે “પ્યાર હુઆ ,દિલકા ભવર કરે પુકાર, ઈશારો ઈશારો મે, ગુનગુના રહે ભવરે અને નીલા આસમાન સો ગયા જેવા ગીતોને ફરી એ જ દાયકા જેવા સજાવીને પોતાનું પ્રી-વેડિંગ કર્યું છે. જેના દ્વારા જય વ્યાસએ બોલીવુડ મ્યૂઝિક અને ક્લાસિક સિનેમા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો અને રાજ કપુર થી લઈ અમિતાભ બચ્ચન સુધીના તેમના મનગમતા કલાકારોને ટ્રીબ્યુટ આપ્યુ.

ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય વેબ-સીરીઝ ‘બસ ચા સુધી’ તેમજ સબસે પેહલે ગીતના પ્રોડ્યૂસર છે. જય વ્યાસે પોતાના પ્રી-વેડિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટ થીમ પર પ્રી-વેડિંગ કર્યું છે. બોલીવુડના 80ના દાયકાની ફિલ્મોના અલગ અલગ ગીતોને એ જ અંદાજમાં એક અલગ પ્રકારનું જ રેટ્રો પ્રી-વેડિંગ કરાવ્યું છે. ટૂંક સમયમાં જ તેમની એક વેબ ફિલ્મ “હું તને મળીશ” નિહાળવા મળશે. ગુજરાતી ગીતો અને વેબ સીરીઝ બનાવતા જય વ્યાસે પોતાના પ્રેમને એકદમ 80ના દાયકામાં જોવા મળતા ફિલ્મી અંદાજમાં પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું છે. આ રેટ્રો પ્રી-વેડિંગ તમને જય વ્યાસની યૂટ્યૂબ ચેનળ પર જોવા મળશે. તેમની એક યૂટ્યૂબ ચેનલ જય વ્યાસ પ્રોડક્શન પણ છે.

Related posts

આજથી ગુજરાતની સરહદો સીલ,અમદાવાદમાં પ્રવેશવા પહેલાં RT-PCR ટેસ્ટ ફરજિયાત

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય , કહ્યું – 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી

Inside Media Network

બજેટમાં આરોગ્ય વિભાગ માટે કરવામાં આવી મોટી જાહેરાત

Inside User

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડી

Inside Media Network

રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો

Inside Media Network

મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરવા કરાયા આદેશ

Inside Media Network
Republic Gujarat