ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો

ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો

કોરોનાના કેસમાં સત્તત વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો સમય કરાયો છે. ત્યારે ગુજરાતના વધુ એક શહેરમાં 9 થી 6 નો કરફ્યૂ કરાયો છે. વડોદરા શહેરમાં પણ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાઈ છે.

વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે

વડોદરાના ઓએસડી વિનોદ રાવે આ જાહેરાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી અમલમાં આવશે. તેમજ વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રાખવામાં આવશે. સિટી બસમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સિટી બસના સંચાલકની રહેશે. સાથે જ શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર કડકાઈથી કરફ્યૂનો અમલ કરાવવામાં આવશે.

વડોદરામાં પણ તમામ બાગ બગીચા દરવાજા નાગરિકો માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈને તંત્ર દ્વારા તમામ ટ્યુશન તેમજ કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક બેઠક બોલાવીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં નાના-મોટા થઈને આશરે 1700 ટ્યુશન તેમજ કોચિંગ ક્લાસ કાર્યરત છે. તે બધા કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.


Related posts

10. Blued : les pages avec bagarre japonais

Inside User

He is Be Banned Out of Tinder

Inside User

ગુજરાતમાં કોરોના કહેર, એપ્રિલના માત્ર 5 દિવસમાં 13 હજારથી વધુ કેસો નોંધાયા, 15નાં નિપજ્યા મોત

Good Technologies designed for Traffic Management

Inside User

Coping with the newest extension when you look at the Bezos complete possessions, you can compute exactly what the guy tends to make per next this present year

Inside User

Mezzo eleggere un pompino ideale: la consiglio (2023)

Inside User
Republic Gujarat