ગુજરાતને ભેંટ: સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. ટૂંક સમયમાં હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે, સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે ક્રુઝ સેવા શરૂ કરી છે. ત્યારે હવે સુરતવાસીઓ માટે વધુ એક સેવા શરૂ કરાશે.

સુરતનાં હજીરા પોર્ટ થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા થી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.

આ ક્રુઝ અનેક સુવિધાઓથી સજ્જ હશે. 300 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા હશે. ક્રૂઝ દર સોમવારે તથી બુધવાર સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે, બીજી તરફ તે દિવસે સાંજે દીવથી મુસાફરો સાથે ઉપડીને તેના પછીની દિવસે તે સવારે હજીરા પોર્ટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે હજીરાથી દીવ પહોંચતા અંદાજીત 13થી 14 કલાકનો સમય લાગશે. ક્રૂઝમાં 16 જેટલી કેબિનો બનાવવામાં આવી છે. ક્રૂઝ અઠવાડીયામાં બે ટ્રીપ કરશે. ક્રૂઝ ગેમિંગ ઝોન, વીઆઈપી લોન્જ, એન્ટરટેઈન્ટમેન્ટ ઓન ડેક જેવી સુવિધાઓથી સજ્જ છે.

Related posts

ગુજરાત: રેમેડિસવીર ઇન્જેક્શનના માટે લાગી લાંબી લાઈન, ક્યાંક સર્જાઈ ઓક્સિજનની અછત

Inside Media Network

A whole Self-help guide to Personal Figuratively speaking

Inside User

How you can Initiate Discussion into Tinder

Inside User

Bacio al originario incontro: abituale o impossibile moda

Inside User

Matchmaking Application Information & Hacks: How exactly to Swipe Efficiently

Inside User

Steps to make a Data Place Comparison

Inside User
Republic Gujarat