ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતીને લઇને સુઓમોટો અરજી પર આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગત સુનાવણીમાં સરકારને સોગંદનામુ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે સરકારે 82 પાનાનુ સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે. આ સોગંધનામાં સરકારે તમામ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે.
હાઇકોર્ટે સરકારને કહ્યું કે, ફક્ત 108માં આવતા દર્દીઓને જ કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, અન્ય ખાનગી વાહનો મારફતે હોસ્પિટલ આવતા દર્દીઓને કેમ દાખલ નથી કરાતા. પહેલા ઝોન વાઇઝ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ હવે સેન્ટ્રલાઇઝ વ્યવસ્થઆ કરવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જે બાદ સરકારે મેનપાવરની અછત હોવાની કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી. સરકારે કહ્યું કે લેબોરેટરીમાં ઘણા ઓછા સ્ટાફમાં કામગીરી થાય છે.
કોરોનાની હાલની સ્થિતીને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો રાજય સરકારે સોગંદનામામાં દાવો કર્યો છે. રાજયમાં સર્જાઇ રહેલી ઓક્સિજનની અછતને પણ પહોંચી વળવા રાજય સરકાર સક્ષમ હોવાનો દાવો કર્યો છે. રાજયમાં જિલ્લા સ્તરે આરટીપીસીઆર ટેસ્ટિંગ માજ્ઞે માળખુ ઉભુ કરવા રાજય સરકાર કામ કરી રહી છે. રાજયમાં આરટીપીસીઆર માટે 27 સરકારી અને 55 પ્રાઇવેટ સહિત કુલ 98 લેબ કાર્યરત છે. ડ્રાઇવ થ્રુમાં રોજના બેથી ત્રણ હજાર ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની ઝપેટમાં જનતાની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ છે. આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધારી દેવાઇ છે.
દર્દીને હાલાકીના પડે માટે અમે IAS અધિકારી નિમ્યા છે. સી.એમ ડેશબોર્ડ પર અમે રોજની રાજ્ય સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. દરેક કોર્પોરેશન પોતાનું વેબ પોર્ટલ ઉપલબ્ધ છે, જેમાં બેડની ઉપલબ્ધતા દર્શાવવામાં આવે છે. આવનાર 48 કલાકમાં રાજ્યના મનપાના પોર્ટલ રાજ્ય સરકારના પોર્ટલ સાથે લિંક કરીશુ. કોર્ટે અમને કહ્યું હતું કે, રિયલ ટાઈમ દર્શાવો પરંતુ હાલની સ્થિતિ અમે ટૂંક શોર્ટ ટાઈમ બેડની સ્થિતિ બતાવી શકીએ તેમ છે. રિયલ ટાઈમ બેડ અમે હાલ દર્શવી શકીએ તેમ નથી.1100 મેટ્રિક ટન ઓક્સિજન અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. 2 હજાર ઇન્ડસ્ટ્રી ના ઓક્સિજન બોટલ અમે આરક્ષિત કરી રહ્યા છીએ. મોટી 5 હોસ્પિટલમાં આવતા એક સપ્તાહમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે તેમ સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
