ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ 3,160 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી 7, અમદાવાદમાંથી 6, ભાવનગર-વડોદરામાંથી 1-1 એમ 15ના મૃત્યુ થયા છે. રાજ્યમાં 9 ઓક્ટોબર એટલે કે 178 દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલમાં 16,252 એક્ટિવ કેસ છે જ્યારે 167 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 3,21,598 જ્યારે કુલ મરણાંક 4,581 છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ 13,900 કેસ નોંધાયા છે જ્યારે 66ના મૃત્યુ થયા છે.
અત્યાર સુધીમાં 67,62,638 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,10,126 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 72,72,764 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારેના કુલ 2,73,041 વયના અને 45-60 વર્ષનાં કુલ 2,73,041 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 25,343 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
